નવી દિલ્હીઃ દિવાળી પર દેશની જનતાને મોંઘવારીનો નવો ડોઝ મળ્યો છે, સરકારી ઓઈલ કંપનીઓએ શુક્રવારે વહેલી સવારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. મળતી માહિતી અનુસાર નવા ભાવ અનુસાર લગભગ 62 રૂપિયા સુધી વધારી દેવામાં આવી છે. નવા દરો આજથી લાગુ થઈ ગયા છે.
ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. જો રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં 19 કિલો સિલિન્ડરનો ભાવ 1802 રૂપિયા થઈ ગઈ છે. પહેલા તે 1740 રૂપિયામાં ઉપલબ્ધ હતો. જ્યારે આ જ સિલિન્ડર માયાનગરી મુંબઈમાં 1754 રૂપિયામાં મળશે. પહેલા તેની કિંમત 1692.50 રૂપિયા હતી. કોલકાતામાં નવો ભાવ 1911.50 રૂપિયા થઈ ગયો છે. ગુરુવાર સુધી આ જ સિલિન્ડર 1850.50 રૂપિયામાં વેચાઈ રહ્યો હતો. ચેન્નાઈમાં તેની કિંમત વધીને 1964 રૂપિયા થઈ ગઈ છે. મહત્વપૂર્ણ છે કે, સિલિન્ડરનો હાલનો જૂનો ભાવ 1903 રૂપિયા હતો.
ઘરેલું ગેસ સિલિન્ડર પર રાહત
ઓઈલ કંપનીઓ 14 કિ.ગ્રા. ઘરેલું ગેસની કિંમતો યથાવત રાખી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ સિલિન્ડર હજુ પણ 2023ની કિંમતે ઉપલબ્ધ છે. આ સિલિન્ડર રાષ્ટ્રીય રાજધાનીમાં 803 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. જ્યારે મુંબઈમાં 802.50 રૂપિયા, કોલકાતામાં 829 રૂપિયા અને ચેન્નાઈમાં 818.50 રૂપિયામાં ઉપલબ્ધ છે. કેન્દ્રની મોદી સરકારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે તેની કિંમત 603 રૂપિયા નક્કી કરી છે. આ પહેલા ઓગસ્ટમાં સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને કેટલાક રાજ્યોએ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મફત ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી.
જો સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો દિલ્હીમાં કોમર્શિયલ ગેસની કિંમત 1691 રૂપિયા હતી. કોલકાતામાં રૂ. 1802, મુંબઇમાં રૂ. 1644 અને ચેન્નાઇમાં રૂ. 1855 આસપાસ હતી. જ્યારે અગાઉના મહિનામાં ઓગસ્ટમાં, આ જ સિલિન્ડર દિલ્હીમાં 1652.50 રૂપિયા, કોલકાતામાં 1764.50 રૂપિયા, મુંબઈમાં 1605 રૂપિયા અને ચેન્નાઈમાં 1817 રૂપિયામાં ઉપલબ્ધ હતો.
- તેલંગાણામાં મેયોનેઝ પર પ્રતિબંધ, જાણો શા માટે સરકારે લીધો આ નિર્ણય...
- મોરબી નજીક ઝડપાયું ગેસ કટિંગનું કૌભાંડ, પોલીસ દરોડા પડતા આરોપીઓ ફરાર