નવી દિલ્હી:દિલ્હી આબકારી કેસ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મળેલા વચગાળાની જામીન સમાપ્ત થવા જઈ રહ્યા છે. કેજરીવાલને 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે. જો કે તે પહેલા અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તેમણે પોતાના વચગાળાના જામીન વધુ સાત દિવસ લંબાવવાની માંગ કરી છે. અરવિંદ કેજરીવાલ વતી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કેજરીવાલનું કીટોન લેવલ ઘણું વધી ગયું છે જેની તપાસ માટે કેજરીવાલે સાત દિવસનો સમય માંગ્યો છે.
CM કેજરીવાલે સુપ્રીમકોર્ટમાં કરી નવી અરજી, વચગાળાના જામીન 7 દિવસ સુધી વધારવાની કરી માંગ - Delhi CM Kejriwal petitions - DELHI CM KEJRIWAL PETITIONS
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પોતાના વચગાળાના જામીન લંબાવવા માટે સુપ્રીમકોર્ટમાં અરજી કરી છે. જેમાં તેણે તબીબી આધારને ટાંકીને વચગાળાના જામીન વધારવાની માંગણી કરી છે. Arvind Kejriwal moves Supreme Court

Published : May 27, 2024, 12:27 PM IST
|Updated : May 27, 2024, 1:07 PM IST
2 જૂને આત્મસમર્પણ કરવું પડશે:સુપ્રીમ કોર્ટે ચૂંટણી પ્રચાર માટે કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા હતા. સીએમ કેજરીવાલે કોર્ટ પાસે 5 જૂન સુધી વચગાળાના જામીન માંગ્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આપણે કોઈ સામાન્ય રેખા ન દોરવી જોઈએ. વચગાળાના જામીન આપતાં કોર્ટે કેટલીક શરતો પણ મૂકી હતી. જેમાં તેમને મુખ્યમંત્રી કાર્યાલય જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. અરવિંદ કેજરીવાલે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે. અરવિંદ કેજરીવાલે આજે પોતાના વચગાળાના જામીન લંબાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જેમાં તેણે તબીબી આધારને ટાંકીને વચગાળાના જામીન વધારવાની માંગણી કરી છે.
મહત્વપૂર્ણ છે કે, 21 માર્ચ 2024ના રોજ ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. તેમણે તિહાર જેલમાં 50 દિવસથી વધુ સમય પસાર કર્યો હતો.