ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Ram Mandir Ayodhaya: બોલીવુડ થી લઈને સાઉથના સ્ટાર અયોધ્યામાં શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા માટે પહોંચ્યા - અયોધ્યા રામ મંદિર

અયોધ્યા સહિત આજે સમગ્ર દેશ એક ઐતિહાસિક પવિત્ર ક્ષણનો સાક્ષી બની રહ્યો છે, આજે રામનગરી અયોધ્યામાં ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આંનદ અને ઉમંગનો માહોલ છે. ત્યારે દેશ અને વિદેશમાંથી પણ ભાવિકો રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી રહ્યાં છે. સાધુ સંતો મહંતો, રાજકીય-સામાજીક આગેવાનો ફિલ્મ સ્ટારો સહિતની સેલેબ્રિટીઓ પણ આ ઐતિહાસિક ક્ષણની સાક્ષી બનવા માટે અયોધ્યા પહોંચી રહ્યાં છે.

Celebrities reach Ayodhya for Prana Pratishtha Mohotsav
બોલીવુડ થી લઈને સાઉથના સ્ટાર અયોધ્યામાં શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા માટે પહોંચ્યા

By ETV Bharat Gujarati Team

Published : Jan 22, 2024, 11:58 AM IST

અયોધ્યા: સમગ્ર દેશમાં રામ મંદિરમાં ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આંનદ અને ઉમંગનો માહોલ છે, દેશ અને વિદેશમાંથી પણ ભાવિકો રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી રહ્યાં છે. સાધુ સંતો મહંતો, રાજકીય-સામાજીક આગેવાનો ફિલ્મ સ્ટારો સહિતની સેલેબ્રિટીઓ પણ આ ઐતિહાસિક ક્ષણની સાક્ષી બનવા માટે ઉત્સુક છે. ત્યારે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, અભિનેતા રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, વિકી કૌશલ અને રાજકુમાર હિરાણી, જૈકી શ્રોફ, સાઉથના સુપર સ્ટાર અભિનેતા ચિરંજીવી તેમના પુત્ર રામચરણ અને પત્ની સાથે અયોધ્યા આવી પહોંચ્યા હતાં. આ ઉપરાંત ગાયક શંકર મહાદેવન સહિતના ઘણા મહાનુભાવો અયોધ્યામાં જોવા મળી રહ્યાં રહ્યાં છે.

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અયોધ્યા રામ મંદિર પહોંચ્યાં હતાં ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

અમિતાભ બચ્ચન સાથે તેમના પુત્ર અને અભિનેતા અભિષેક બચ્ચન પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે અયોધ્યા આવી પહોંચ્યા હતાં.

અભિનેતા રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, વિકી કૌશલ અને રાજકુમાર હિરાણી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે શ્રી રામ મંદિર પરિસર પહોંચ્યા હતા.

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલા અભિનેતા જેકી શ્રોફે કહ્યું કે, "અમારા માટે એ મોટી વાત છે કે ભગવાને અમને અહીં બોલાવ્યા છે.

Ram Mandir Pran Pratistha: અયોધ્યાથી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ LIVE

  1. Ram Mandir: આજે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા, મંગળ ધ્વનિ અને તાળીઓ વગાડીને રામલલ્લાને જગાડ્યાં, આંખો ખોલતા જ...

ABOUT THE AUTHOR

...view details