ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ડીકે શિવકુમાર વિરુદ્ધ ડીએ કેસમાં કર્ણાટક સરકારના આદેશ વિરુદ્ધ CBIએ SCમાં અરજી કરી - CBI MOVES SC AGAINST KARNATAKA

સપ્ટેમ્બરમાં SCએ બસનાગૌડા પાટીલ યતનાલની અરજી પર કર્ણાટક સરકાર અને ડીકે શિવકુમાર પાસેથી જવાબ માંગ્યો હતો.

ડીકે શિવકુમાર વિરુદ્ધ ડીએ કેસમાં કર્ણાટક સરકારના આદેશ વિરુદ્ધ CBIના પગલાં
ડીકે શિવકુમાર વિરુદ્ધ ડીએ કેસમાં કર્ણાટક સરકારના આદેશ વિરુદ્ધ CBIના પગલાં (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 21, 2024, 10:09 PM IST

નવી દિલ્હી: CBIએ કર્ણાટક સરકારના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમાર દ્વારા હસ્તગત કરેલી કથિત અપ્રમાણસર સંપત્તિની તપાસ રાજ્યના લોકાયુક્તને ટ્રાન્સફર કરવાના નિર્ણયને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. CBIએ 25 સપ્ટેમ્બર, 2019ના રોજ અગાઉની ભાજપ સરકારની સંમતિથી 3 ઓક્ટોબર, 2020ના રોજ શિવકુમાર સામે અપ્રમાણસર સંપત્તિનો કેસ દાખલ કર્યો હતો.

29 ઓગસ્ટના રોજ કર્ણાટક હાઈકોર્ટે શિવકુમાર વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસની તપાસ માટે સંમતિ પાછી ખેંચવાના કોંગ્રેસ સરકારના નિર્ણયને પડકારતી કેન્દ્રીય એજન્સી દ્વારા દાખલ કરાયેલી અરજીઓને ફગાવી દીધી હતી. તમને જણાવી દઈએ કે, હાઈકોર્ટે આ અરજીઓને “નોન-મેઈન્ટેનેબલ” ગણાવી હતી. હાઈકોર્ટના આદેશથી નારાજ થઈને કેન્દ્રીય એજન્સી સુપ્રીમ કોર્ટમાં ગઈ છે.

કર્ણાટકના બીજેપી ધારાસભ્ય બસનાગૌડા પાટીલ યતનાલ પહેલાથી જ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જઈ ચૂક્યા છે. હાઇકોર્ટે શિવકુમારની કથિત ગેરકાયદે સંપત્તિની તપાસ માટે સંમતિ પાછી ખેંચવાના નિર્ણયને રાજ્યના નવેમ્બર 28, 2023ના CBIના પડકારને પણ ફગાવી દીધો હતો.

કેન્દ્રીય એજન્સી અનુસાર, એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, શિવકુમારે અગાઉની કોંગ્રેસ સરકારમાં ઉર્જા મંત્રી તરીકે ફરજ બજાવતા એપ્રિલ 2013 થી એપ્રિલ 2018 સુધીમાં આવકના જાણીતા સ્ત્રોતો કરતાં અપ્રમાણસર સંપત્તિ 74.93 કરોડ એકઠી કરી હતી. સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર 2024માં યતનાલની અરજી પર કર્ણાટક સરકાર અને શિવકુમાર પાસેથી તેમની અરજી પર જવાબ માંગ્યો છે.

આ પણ વાંચો:

  1. ભારત-ચીન LAC મામલે નિષ્કર્ષ પર પહોંચ્યા! સીમા પરથી સૈનિકો હટી જશે, પેટ્રોલિંગ વ્યવસ્થા પર સમજૂતી
  2. પ્રધાનમંત્રીના ડિગ્રી પર ટિપ્પણી: સુપ્રીમ કોર્ટે કેજરીવાલને કોર્ટમાં હજાર રહેવાની નોંધને પડકારતી અરજી ફગાવી

ABOUT THE AUTHOR

...view details