કોલકાતા: કોલકાતા હાઈકોર્ટે સીબીઆઈને આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બળાત્કાર-હત્યા પીડિતાના ફોટોગ્રાફનો ઉપયોગ કરીને ટિપ્પણી કરવાના આરોપોની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ટીએસ શિવગનનમે સીબીઆઈને આરોપોની તપાસ કર્યા બાદ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે.
એડવોકેટ સુભાબ્રત ચૌધરીએ કોલકાતા હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરીને ફરિયાદ કરી છે કે, કેટલાક યુવકો પીડિતાના ફોટાનો ઉપયોગ કરીને ફેસબુક પર ટિપ્પણી કરી રહ્યા છે. વકીલે આરોપ લગાવ્યો કે પશ્ચિમ બંગાળ પોલીસ આ મામલે કોઈ કાર્યવાહી કરી રહી નથી.
વકીલ સુભાબ્રત ચૌધરીની અરજી પર વિચાર કરતી વખતે જસ્ટિસ ટીએસ શિવગનનમે કહ્યું કે જે પ્રકારની ટિપ્પણીઓ શેર કરવામાં આવી છે તેને સમાજના કોઈપણ વ્યક્તિ સ્વીકારી શકે નહીં. આ પછી, તેમણે સીબીઆઈના જોઈન્ટ ડાયરેક્ટરને ફરિયાદીના આરોપોની તપાસ કરીને રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપ્યો. હાઈકોર્ટે આ કેસની આગામી સુનાવણી 18 સપ્ટેમ્બરે નિયત કરી છે.
નોંધનીય છે કે, કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શિવગનમ અને જસ્ટિસ હિરન્મય ભટ્ટાચાર્યની ડિવિઝન બેંચે આદેશ આપ્યો હતો કે પીડિતાના નામ કે ફોટોગ્રાફનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ ન કરવી જોઈએ. ચીફ જસ્ટિસે એવી પણ ચેતવણી આપી હતી કે જો કોઈ કોર્ટના આદેશનો અનાદર કરશે તો તેને સખત સજાનો સામનો કરવો પડશે કારણ કે આ મામલે સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ નિર્દેશો છે. આમ છતાં પીડિતાના નામ અને ફોટોગ્રાફનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:
- કોલકાતા બળાત્કાર-હત્યા કેસ: રડતા પરિવારના સભ્યોને આપી પૈસાની લાલચ, અંતિમ સંસ્કાર થતાં જ પોલીસ સ્થળ પરથી ભાગી ગઈ - KOLKATA RAPE MURDER CASE