નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં જેલમાં બંધ ભારત રાષ્ટ્રીય સમિતિ (BRS)ના ધારાસભ્ય કે.કવિતાને આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. તેમના સાત દિવસના ED રિમાન્ડ આજે પૂરા થયા હતા. કોર્ટમાં હાજરી દરમિયાન, EDએ કોર્ટ પાસે કે.કવિતાના વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જેના પર કોર્ટે પોતાનો ચુકાદો આપતાં કે. કવિતાને 26 માર્ચ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
BRS નેતા કે.કવિતાની વધી મુશ્કેલી, રાઉઝ એવન્યુ કોર્ટે 26 માર્ચ સુધી લંબાવી ED કસ્ટડી - brs leader k kavitha - BRS LEADER K KAVITHA
દિલ્હી દારૂ કૌભાંડની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શનિવારે કે.કવિતાને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં તેમની ED કસ્ટડી 26 માર્ચ સુધી લંબાવવામાં આવી છે.
Published : Mar 23, 2024, 4:35 PM IST
|Updated : Mar 23, 2024, 5:17 PM IST
જાણો ED ના વકિલે શું કહ્યું: આજે સુનાવણી દરમિયાન ED તરફથી વકીલ ઝોહેબ હુસૈને કે.કવિતાની કસ્ટડી પાંચ દિવસ વધારવાની માંગ કરી હતી. EDએ કહ્યું કે અમારે કે.કવિતાનો તેમના નિવેદનો અંગે સામનો કરવાનો છે. અમે પહેલેથી જણાવી દીધું છે કે તેમની ભૂમિકા શું હતી. તેમણે 100 કરોડની લાંચ આપવાનું કાવતરું ઘડ્યું હતું. EDએ કોર્ટને એમ પણ જણાવ્યું હતું કે કવિતાના નજીકના સંબંધી, તેમના ભત્રીજા સમીર મહેન્દ્રુના હૈદરાબાદના નિવાસસ્થાને તપાસ કરવામાં આવી રહી છે.