ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બીજાપુરમાં અજાણ્યા હુમલાખોરોએ લોકો પર કુહાડીથી કર્યો હુમલો, 3નાં મોત, નક્સલી હુમલાની આશંકા - Bloody Incident In Bijapur - BLOODY INCIDENT IN BIJAPUR

બીજાપુરમાં હોળીના તહેવારની ખુશી માતમમાં પરિણમી એવા સમાચાર સામે આવ્યાં છે. બાસાગુડા વિસ્તારમાં અજાણ્યા હુમલાખોરોએ ગ્રામજનો પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા. જેને લઈને નક્સલવાદી ઘટનાની આશંકા સેવાઈ રહી છે.

બીજાપુરમાં રક્તરંજીત
બીજાપુરમાં રક્તરંજીત

By ETV Bharat Gujarati Team

Published : Mar 25, 2024, 9:53 PM IST

બીજાપુર: હોળીના દિવસે એક લોહિયાળ ઘટનાએ બીજાપુરમાં સનસનાટી મચાવી દીધી હતી. અહીં અજાણ્યા હુમલાખોરોના હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતા. જેના કારણે બાસાગુડા વિસ્તારમાં શોકનો માહોલ છે. આ ઘટના હોળીની બપોરે બાસાગુડા વિસ્તારમાં બની હતી. નદી પાર અહીં વસાહત આવેલી છે અને અહીં આ લોહિયાળ ઘટના બની હતી. અજાણ્યા હુમલાખોરોએ ગ્રામજનો પર હુમલો કર્યો હતો. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે હુમલાખોરોએ કુહાડીથી હુમલો કરીને લોકોની હત્યા કરી હતી.

કુહાડી વડે જાહેરમાં કત્લેઆમ: મૃત્યુ પામેલા લોકોના નામ ચંદ્રિયા મોડિયમ, અશોક ભંડારી અને કારમ રમેશ છે. અજાણ્યા હુમલાખોરોએ લાકડા કાપવાની કુહાડી વડે હુમલો કરીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યારે આ ઘટનામાં કારમ રમેશને ઈજા થઈ હતી. જેમને તાકીદે બાસાગુડા આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃત્યુ પામેલા ત્રણ લોકોમાંથી એક પોલમપલ્લીનો હતો અને બે હીરાપુરના હતા.

બીજાપુર ASPએ ઘટનાની પુષ્ટિ કરી: આ ઘટનાની પુષ્ટિ બીજાપુર ASP જીતેન્દ્ર યાદવે કરી છે. વિજાપુર પોલીસ આ ઘટનાની તપાસમાં લાગેલી છે. પોલીસ આ ઘટનાને લઈને નક્સલવાદી ઘટનાની પણ શંકા સેવી રહી છે. પરંતુ આ વાતની પુષ્ટિ થઈ નથી. આ કેસની દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોના કેમ્પ ખોલવાથી નક્સલવાદીઓ ચિંતાતૂર છે. આ જ કારણસર આવી ઘટના બનવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

વિજાપુરમાં છેલ્લા બે દિવસમાં બે બનાવ બન્યા : વિજાપુરમાં છેલ્લા બે દિવસમાં બે બનાવ બન્યા હતા. પહેલી ઘટના 24 માર્ચે બની હતી. અહીં, નક્સલવાદીઓની નાની એક્શન ટીમ પોલીસકર્મીઓ માટે બનેલા આવાસમાં ઘૂસી ગઈ અને ડીઆરજી જવાન પર ગોળીબાર કર્યો. બીજી ઘટના 25 માર્ચે બપોરે બની હતી. તેને નક્સલવાદી ઘટના સાથે જોડવામાં આવી રહી છે. છત્તીસગઢમાં લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન બસ્તરમાં થવાનું છે. બસ્તરમાં પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે છે. તે પહેલા આવા બનાવો પોલીસ માટે ચિંતાનો વિષય સાબિત થઈ રહ્યા છે. એએસપી જિતેન્દ્ર યાદવે કહ્યું કે બીજાપુરમાં સુરક્ષા વ્યવસ્થા સતત કડક કરવામાં આવી છે. પોલીસ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.

  1. પરસ્પર ઝઘડાએ લીધું લોહિયાળ સ્વરૂપ, ડમ્પરથી કચડીને પાંચ લોકોની હત્યા કરી આરોપી ફરાર - Murder In Jhalawar
  2. બીજાપુર દંતેવાડા બોર્ડર પર પોલીસ અને નક્સલી વચ્ચે અથડામણ, 2 માઓવાદી ઠાર, 2 જવાન ઘાયલ - Anti Naxal Campaign

ABOUT THE AUTHOR

...view details