ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જે.પી. નડ્ડાએ બિહાર ચૂંટણી પ્રચારની કમાન સંભાળી, 6 કલાકમાં ત્રણ રેલી કરશે - Lok Sabha Election 2024

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બીજા તબક્કાના અંતિમ દિવસે પોતે ચૂંટણી પ્રચારની કમાન સંભાળી છે. બિહારમાં જે.પી. નડ્ડા આજે 6 કલાકમાં ત્રણ રેલી કરવા જઈ રહ્યા છે. નડ્ડા પહેલીવાર બિહારમાં પ્રચાર કરવા જઈ રહ્યા છે. જાણો જે.પી. નડ્ડાનો બિહાર ચૂંટણી પ્રચાર કાર્યક્રમ...

જે.પી. નડ્ડાએ બિહાર ચૂંટણી પ્રચારની કમાન સંભાળી
જે.પી. નડ્ડાએ બિહાર ચૂંટણી પ્રચારની કમાન સંભાળી

By ETV Bharat Gujarati Team

Published : Apr 24, 2024, 12:50 PM IST

બિહાર :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા બિહાર રાજ્યના પ્રવાસ પર આવી રહ્યા છે. તેઓ બિહારમાં 6 કલાકથી વધુ સમય રોકાશે, જે દરમિયાન જે.પી. નડ્ડા ત્રણ લોકસભા મતવિસ્તારમાં સહયોગી પક્ષો માટે પ્રચાર કરશે. જે.પી. નડ્ડા પહેલા પટના એરપોર્ટ પહોંચશે અને પછી ત્યાંથી ભાગલપુર માટે રવાના થશે. ભાગલપુરમાં બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલના રોજ યોજાશે. જ્યારે ખગડિયા અને ઝાંઝરપુરમાં ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે.

જે.પી. નડ્ડાનો ચૂંટણી પ્રચાર :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ભાગલપુરમાં JDU ના ઉમેદવાર અજય મંડલ માટે પ્રચાર કરશે. ભાગલપુર લોકસભા સીટ પર અજય મંડલ કોંગ્રેસના નેતા અજીત શર્મા સાથે ચૂંટણી લડી રહ્યા છે. ભાગલપુર બાદ જે.પી. નડ્ડાનો કાફલો ખગડિયા પહોંચશે અને લોક જનશક્તિ પાર્ટી રામવિલાસના ઉમેદવાર રાજેશ વર્મા માટે મત માંગશે અને ચૂંટણી સભાને સંબોધશે.

6 કલાકમાં ત્રણ રેલી : જે.પી. નડ્ડા ઝંઝારપુરમાં તેમની છેલ્લી રેલી કરશે. ઝંઝારપુરથી JDU ઉમેદવાર રામપ્રીત મંડલ ચૂંટણી મેદાનમાં છે. જે.પી. નડ્ડા રામપ્રીત મંડલ માટે મત માંગશે અને જાહેર સભાને સંબોધશે. ઝંઝારપુરમાં ચૂંટણી રેલી કર્યા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દરભંગા પહોંચશે અને દરભંગા એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.

જે.પી. નડ્ડાનો કાર્યક્રમ :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા 10:40 વાગ્યે પટના એરપોર્ટ પહોંચશે, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ તેઓ બપોરે 12:30 વાગ્યે ભાગલપુરના SADIS કમ્પાઉન્ડમાં ચૂંટણી પ્રચાર કરશે. તમામ આયોજન બપોરે 2:00 કલાકે ભગવાન હાઈસ્કૂલ, ગોગરી જમાલપુર, ખગડિયા ખાતે રાખવામાં આવેલ છે. જે.પી. નડ્ડા બપોરે 3:55 વાગ્યે મધુબનીના રાજ મેદાન, રાજનગરમાં જાહેર સભા સંબોધશે.

નડ્ડાની એન્ટ્રીથી કાર્યકરોમાં ઉત્સાહ :તમને જણાવી દઈએ કે ઝંઝારપુર ઈન્ડિયા અને ભાગલપુર NDA ગઠબંધનની સીટ છે. ઝંઝારપુર અને ભાગલપુરમાં વર્તમાન સાંસદ મેદાનમાં છે, જ્યારે ખગડિયા લોકસભા સીટ પર મહેબૂબ અલી કેસરની જગ્યાએ રાજેશ વર્માને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જેપી નડ્ડાની જાહેર સભાને લઈને NDA કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

  1. છત્તીસગઢમાં ભાજપનો મેગા પ્રચાર : કાંકેરમાં શાહની હુંકાર, દુર્ગમાં જે.પી. નડ્ડા ચૂંટણી ધૂમ મચાવશે
  2. જે. પી. નડ્ડાએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા, કૉંગ્રેસ પર કર્યા આકરા વાકપ્રહાર

ABOUT THE AUTHOR

...view details