નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં યોજાનારી વિધાનસભાને ધ્યાનમાં રાખીને ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત બીજેપીના ઘણા નેતાઓએ ભાગ લીધો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપની આગામી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક 29 ઓગસ્ટના રોજ યોજાશે. કહેવામાં આવી રહ્યું છે કે જમ્મુની 43 સીટોમાંથી મોટાભાગની સીટો પર ઉમેદવારો નક્કી કરી લેવામાં આવ્યા છે, આ સંદર્ભમાં પાર્ટી સોમવારે પ્રથમ યાદી જાહેર કરી શકે છે.
CECની બેઠકમાં ડૉ. જિતેન્દ્ર સિંહ, સુધા યાદવ, ઈકબાલ સિંહ લાલપુરા, સર્બાનંદ સોનોવાલે પણ ભાગ લીધો હતો. બેઠકમાં જમ્મુ-કાશ્મીર વિધાનસભાના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં કુલ 90 સીટો માટે ત્રણ તબક્કામાં મતદાન થશે. રાજ્યમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. જ્યારે રાજ્યની 47 બેઠકો કાશ્મીરમાં છે, જ્યારે 43 બેઠકો જમ્મુમાં છે. જમ્મુ ડિવિઝનમાં સીટો વધવાને કારણે બીજેપીને અહીંથી વધુ સીટો મળવાની આશા છે.
AAP-DPAPએ પ્રથમ યાદી બહાર પાડી:જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કામાં 24 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. આ માટે નોમિનેશનની છેલ્લી તારીખ 27 ઓગસ્ટ છે. તેને જોતા આમ આદમી પાર્ટીએ જમ્મુ-કાશ્મીર માટે 7 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ પહેલા રવિવારે ગુલાબ નબી આઝાદના DPAPએ પણ 13 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી.
- નવસારીમાં વરસાદી આફત: ફરીવાર પુર જેવી સ્થિતિનું નિર્માણ, Etv ભારતનો વિશેષ ગ્રાઉન્ડ રિપોર્ટ - Rain Update Navasari
- દાદરા નગર હવેલી અને દમણ સહિત વલસાડમાં તોફાની વરસાદ, મધુબન ડેમમાંથી છોડાયું 96298 ક્યુસેક પાણી - Dadranagar Haveli Rain Update