બિહાર :રાજભવનના રાજેન્દ્ર મંડપમાં સીએમ નીતીશકુમારનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. સવારે રાજીનામું આપનાર નીતિશ કુમાર ફરી એકવાર બિહારના મુખ્યપ્રધાન બન્યા છે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ એર્લેકરે તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. સીએમ નીતિશકુમાર ઉપરાંત 8 મંત્રીઓએ પણ શપથ લીધા છે. સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા ડેપ્યુટી સીએમ બનશે. શપથ ગ્રહણ દરમિયાન સમર્થકો તરફથી નારા લગાવવામાં આવ્યા હતા. આ સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા.
8 મંત્રીઓએ લીધા શપથ :નીતિશકુમાર મુખ્યપ્રધાન બન્યા છે. જ્યારે સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા નાયબ મુખ્યપ્રધાન બન્યા છે. શપથ લેનાર મંત્રીઓમાં JDU તરફથી વિજય ચૌધરી, બિજેન્દ્ર યાદવ અને BJP તરફથી પ્રેમ કુમાર અને JDU ના શ્રવણ કુમારનો સમાવેશ થાય છે. હિન્દુસ્તાની અવામ મોરચાના અધ્યક્ષ સંતોષકુમાર સુમન પણ મંત્રી બન્યા છે. આ સિવાય JDU ક્વોટામાંથી અપક્ષ ધારાસભ્ય સુમિતકુમાર સિંહને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.
બિહારમાં NDA સરકાર : 2020 માં નીતિશ કુમારના નેતૃત્વમાં કુલ 30 મંત્રીઓએ શપથ લીધા હતા. જેમાં ભાજપના 16, JDU ના 12, HAM ના એક અને એક અપક્ષના નેતાને મંત્રી બનાવવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે પણ 2020 ની ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે. આજે સીએમ સાથે અન્ય 8 મંત્રીઓએ શપથ લીધા છે. થોડા દિવસો બાદ કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે.
જે.પી. નડ્ડાની ઉપસ્થિતિ : સીએમ નીતીશ કુમારના શપથગ્રહણ સમારોહમાં ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, હમ સંરક્ષક જીતનરામ માંઝી, LJPR ચીફ ચિરાગ પાસવાન અને RLJD પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા સહિત NDA ના તમામ મોટા ચહેરાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સીએમને 128 ધારાસભ્યનું સમર્થન :243 સભ્યોની બિહાર વિધાનસભામાં NDA પાસે 128 ધારાસભ્યો છે. જેમાં JDU ના 45, BJP ના 78, HAM ના એક અને એક અપક્ષ ધારાસભ્યનો સમાવેશ થાય છે.
- INDIA Alliance : INDIA ગઠબંધન છોડવા બદલ નીતિશ કુમાર પર આલોચનાનો વરસાદ
- Bihar Political Crisis: રાજધાનીમાં લગાવવામાં આવેલા નવા પોસ્ટરો પર પીએમ મોદી નીતિશ કુમાર સાથે જોવા મળ્યા