ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Bharat Ratna 2024 : એકસાથે ત્રણ ભારત રત્નોનું એલાન, પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી - Prime Minister Modi

કેન્દ્ર સરકારે પૂર્વ પીએમ નરસિમ્હા રાવ, પૂર્વ પીએમ ચૌધરી ચરણસિંહ અને વૈજ્ઞાનિક MS સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા X પર આ જાણકારી આપી છે.

Bharat Ratna 2024
Bharat Ratna 2024

By ETV Bharat Gujarati Team

Published : Feb 9, 2024, 1:52 PM IST

Updated : Feb 9, 2024, 3:09 PM IST

નવી દિલ્હી : કેન્દ્રની મોદી સરકારે પૂર્વ PM નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણસિંહ તથા વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ ખુદ સોશિયલ મીડિયા X પર આ જાણકારી આપી છે.

પૂર્વ PM ચૌધરી ચરણસિંહ : પીએમ મોદીએ પોસ્ટ કરતા લખ્યું કે, અમારી સરકારનું સૌભાગ્ય છે કે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આ સન્માન દેશ માટે તેમના અજોડ યોગદાનને સમર્પિત છે. તેમણે પોતાનું સમગ્ર જીવન ખેડૂતોના અધિકારો અને કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન, દેશના ગૃહપ્રધાન અને ધારાસભ્ય તરીકે પણ તેમણે હંમેશા રાષ્ટ્ર નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે. તેઓ આપાતકાલ સામે પણ મક્કમતાથી ઊભા રહ્યા અને આપણા ખેડૂત ભાઈ-બહેનો પ્રત્યે તેમનું સમર્પણ અને ઇમરજન્સી દરમિયાન લોકશાહી પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા સમગ્ર દેશ માટે પ્રેરણાદાયી છે.

પૂર્વ પીએમ નરસિમ્હા રાવ :પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આ જણાવતા આનંદ થાય છે કે આપણા પૂર્વ વડાપ્રધાન શ્રી પીવી નરસિમ્હા રાવ ગરુને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. એક પ્રતિષ્ઠિત વિદ્વાન અને રાજકારણી તરીકે નરસિમ્હા રાવ ગારુએ વિવિધ ક્ષમતાથી ભારત દેશની ખૂબ જ સેવા કરી હતી. નરસિમ્હા રાવને આંધ્રપ્રદેશના સીએમ, કેન્દ્રીય મંત્રી તથા ઘણા વર્ષો સુધી સંસદ અને વિધાનસભાના સભ્ય તરીકે તેમના કામ માટે યાદ કરવામાં આવે છે. તેમનું દૂરંદેશી નેતૃત્વ ભારતને આર્થિક રીતે ઉન્નત બનાવવા તથા દેશની સમૃદ્ધિ અને વિકાસ માટે નક્કર પાયો નાખવામાં મહત્વપૂર્ણ હતું.

નરસિમ્હા રાવ ગારુના વડાપ્રધાન તરીકેના કાર્યકાળને મહત્વપૂર્ણ પગલાં દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યો હતો, જેણે ભારતને વૈશ્વિક બજારો માટે ખોલ્યું અને જેનાથી આર્થિક વિકાસના એક નવા યુગની શરૂઆત થઈ હતી. વધુમાં ભારતની વિદેશ નીતિ, ભાષા અને શિક્ષણ ક્ષેત્રમાં તેમનું યોગદાન એક નેતા તરીકેના તેમના બહુપક્ષીય વારસાને રેખાંકિત કરે છે. તેમણે માત્ર મહત્વપૂર્ણ પરિવર્તન દ્વારા ભારતનું નેતૃત્વ જ નથી કર્યું, પરંતુ સાંસ્કૃતિક અને બૌદ્ધિક વારસાને પણ સમૃદ્ધ બનાવ્યું છે.

વૈજ્ઞાનિક MS સ્વામીનાથન :પીએમ મોદીએ વધુ એક ટ્વીટ કરતા લખ્યું કે, ખૂબ જ આનંદની વાત છે કે ભારત સરકાર આપણા દેશમાં કૃષિ અને ખેડૂતોના કલ્યાણમાં તેમના નોંધપાત્ર યોગદાનને માન્યતા આપતા ડો. એમએસ સ્વામીનાથનને ભારત રત્નથી સન્માનિત કરી રહી છે. પડકારજનક સમયમાં ભારતને કૃષિમાં આત્મનિર્ભરતા હાંસલ કરવામાં અને ભારતીય કૃષિને આધુનિક બનાવવા માટે મદદ કરવા માટે ઉત્તમ પ્રયાસો કર્યા અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આપણે એક ઈનોવેટર અને માર્ગદર્શક તરીકે તેમના અમૂલ્ય કાર્યને જાણીએ છીએ અને ઘણા વિદ્યાર્થીઓમાં શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહિત કરીએ છીએ. ડો. સ્વામીનાથનના દૂરંદેશી નેતૃત્વએ માત્ર ભારતીય કૃષિમાં જ પરિવર્તન નથી કર્યું, પરંતુ દેશની ખાદ્ય સુરક્ષા અને સમૃદ્ધિ પણ સુનિશ્ચિત કરી છે. તે એવી વ્યક્તિ હતી જેમને હું નજીકથી જાણતો હતો અને હું હંમેશા તેમના આંતરદૃષ્ટિ અને ઇનપુટને મહત્વ આપતો હતો.

  1. LK Advani Will Get Bharat Ratna: 'ભાજપ રત્ન' અડવાણીને મળશે 'ભારત રત્ન', PM મોદીએ આપી શુભેચ્છા
  2. Bharat Ratna : લાલ કૃષ્ણ અડવાણી હવે " ભારત રત્ન " ગુજરાત સાથેનો ઘનિષ્ઠ નાતો જાણવા જેવો...
Last Updated : Feb 9, 2024, 3:09 PM IST

ABOUT THE AUTHOR

...view details