નવી દિલ્હીઃભારતમાં પોતાના રહેઠાણની પરમીટને લઈને ચિંતિત છે. આ અંગે તેમણે સોમવારે એક ટ્વિટ કરીને ગૃહમંત્રી અમિત શાહને પણ અપીલ કરી હતી.
આ સંદર્ભમાં લેખિકા તસ્લીમા નસરીને એક્સ પર લખ્યું છે કે, 'પ્રય અમિત શાહજી નમસ્કાર, હું ભારતમાં રહું છું કારણ કે, મને આ મહાન દેશ પ્રત્યે પ્રેમ છે. છેલ્લાં 20 વર્ષથી આ મારૂ બીજું ઘર રહ્યું છે, પરંતુ ગૃહ મંત્રાલય જુલાઈ 22થી મારા રેસિડેન્ટ પરમીટને આગળ વધારી રહી નથી તેનાથી હું ખુબ ચિંતિત છું. જો આપ મને રહેવા દેશો તો મે આપની આભારી રહીશ, હાર્દિક શુભકામના'
લેખિકા તસ્લીમા નસરીન 1990ના દાયકાની શરૂઆતમાં તેના લેખો, નિંબંઘો અને નવલકથાઓને કારણે ખુબ ચર્ચામાં રહ્યા હતાં. તેણીના લખાણોમાં તેણીએ તે ધર્મોની ટીકા કરી હતી જેને તે 'સ્ત્રી વિરોધી' માનતી હતી. તસ્લીમા નસરીન 1994થી નિર્વાસિત જીવન જીવી રહી છે. એક દાયકાથી વધુ સમય સુધી યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં રહ્યા બાદ તે 2004માં ભારત આવ્યા હતાં.
1994માં પ્રકાશિત થયેલી તસ્લીમાની નવલકથા 'લજ્જા'એ વિશ્વભરના સાહિત્ય જગતનું ધ્યાન ખેંચ્યું હતું. આ પુસ્તક ડિસેમ્બર 1992 માં ભારતમાં બાબરી મસ્જિદના ધ્વંસ પછી બંગાળી હિંદુઓ વિરુદ્ધ હિંસા, બળાત્કાર, લૂંટ અને હત્યા વિશે લખવામાં આવ્યું હતું.
તેમનું પુસ્તક સૌપ્રથમ બંગાળીમાં 1993માં પ્રકાશિત થયું હતું પરંતુ બાદમાં બાંગ્લાદેશમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે, પ્રકાશનના છ મહિના પછી, તેની હજારો નકલો વેચાઈ હતી. કહેવાય છે કે આ પછી તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી જેના કારણે તેને દેશ છોડવાની ફરજ પડી હતી.
- જાણો તસ્લિમા નસરીને સુષ્મિતા સેનના સંબંધો વિશે શું કહ્યું
- બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા પંડાલ પર ફેંકાયા પેટ્રોલ બોમ્બ, ભારતે ગંભીર ચિંતા વ્યક્ત કરી, હિન્દુઓની સુરક્ષા કરવા કહ્યું