ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બાબા સિદ્દીકી હત્યાકાંડ: આરોપીઓની પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા, જાણો...

બાબા સિદ્દીકી હત્યા કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ પૂછપરછ દરમિયાન અનેક ખુલાસા કર્યા છે., Baba Siddique Murder

By ETV Bharat Gujarati Team

Published : Oct 13, 2024, 6:13 PM IST

બાબા સિદ્દીકી
બાબા સિદ્દીકી (ANI)

મુંબઈ: NCP નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની શનિવારે મુંબઈના બાંદ્રા ઈસ્ટમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મુંબઈ પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ હરિયાણાના રહેવાસી ગુરમેલ બલજીત સિંહ (23) અને ઉત્તર પ્રદેશના રહેવાસી ધર્મરાજ રાજેશ કશ્યપ (19) તરીકે થઈ છે.

મુંબઈ પોલીસને શંકા છે કે NCP નેતાની હત્યા આયોજનબદ્ધ કાવતરાના ભાગરૂપે કરવામાં આવી છે. મુંબઈ પોલીસે કહ્યું કે ક્રાઈમ બ્રાન્ચ આ કેસની તમામ પાસાઓથી તપાસ કરી રહી છે. જેમાં સંભવિત કોન્ટ્રાક્ટ કિલિંગ, વ્યાપારી દુશ્મની અથવા ઝૂંપડપટ્ટી પુનર્વસન પ્રોજેક્ટ સંબંધિત ધમકીઓનો સમાવેશ થાય છે.

ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ બાબા સિદ્દીકીની હત્યા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ માટે હત્યારાઓને પહેલાથી જ પૈસા ચૂકવવામાં આવ્યા હતા અને થોડા દિવસો પહેલા જ તેમને હથિયારો પણ પહોંચાડવામાં આવ્યા હતા.

NCP પ્રમુખ અજિત પવાર સાથે બાબા સિદ્દીકી (ANI)

તે જ સમયે, ન્યૂઝ 18ના અહેવાલમાં, પોલીસ સૂત્રોના હવાલાથી, એવું કહેવામાં આવ્યું છે કે બાબા સિદ્દીકીની હત્યામાં સામેલ ત્રણ આરોપીઓએ ગોળીબારના થોડા દિવસો પહેલા પ્રીપેડ કુરિયર દ્વારા હથિયારો મેળવ્યા હતા અને દરેકને 50,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.

બાબા સિદ્દીકી હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ પણ સામેલ હોય તેવી માહિતી સામે આવી છે. આરોપીઓએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે તેઓ પંજાબની જેલમાં કેદ હતા તે દરમિયાન બિશ્નોઈ ગેંગના એક સભ્યને મળ્યા હતા. જેણે બાબા સિદ્દીકીને મારવા માટે 2.5 લાખ રૂપિયાની સોપારી આપી હતી.

હત્યારાઓ ભાડાના મકાનમાં રહેતા હતા:હત્યારા કુર્લામાં ભાડાના રૂમમાં રહેતા હતા.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ત્રણેય આરોપી 2 સપ્ટેમ્બરથી કુર્લામાં ભાડાના રૂમમાં રહેતા હતા અને દર મહિને 14,000 રૂપિયાનું ભાડું ચૂકવતા હતા. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે ત્રણેય આરોપીઓની મુલાકાત પંજાબની જેલમાં બંધ હતા ત્યારે થઈ હતી. ત્રીજા આરોપીને શોધવા માટે મુંબઈ પોલીસે ઉત્તર પ્રદેશ પોલીસની મદદ માંગી છે.

15 દિવસ પહેલા જાનથી મારી નાખવાની ધમકી મળી...: 66 વર્ષીય બાબા સિદ્દીકીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં કોંગ્રેસ સાથેના તેમના ચાર દાયકા જૂના સંબંધોનો અંત લાવ્યો અને અજિત પવારની આગેવાની હેઠળની NCPમાં જોડાયા. હત્યાના 15 દિવસ પહેલા જ સિદ્દીકીને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.

મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ સંબંધિત ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, જેમાં હત્યા સહિતની તેમજ આર્મ્સ એક્ટ અને મહારાષ્ટ્ર પોલીસ એક્ટની જોગવાઈઓ કરવામાં આવી છે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ (ETV Bharat)

9.9 એમએમ પિસ્તોલથી 4-5 રાઉન્ડ ફાયરિંગ કર્યું:પોલીસે જણાવ્યું હતું કે શૂટરોએ 9.9 એમએમની પિસ્તોલમાંથી ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેને પોલીસે રિકવર કરી લીધું છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે દુર્ગા વિસર્જન સરઘસ દરમિયાન લોકો ફટાકડા ફોડવા લાગ્યા ત્યારે હુમલાખોરોએ બાબા સિદ્દીકી પર ગોળીબાર કર્યો હતો. પોલીસે કહ્યું કે તેમને આનાથી ફાયદો થયો કારણ કે મોટાભાગના લોકોએ ગોળીબાર સાંભળ્યો ન હતો.

લોરેન્સ બિશ્નોઈ ગેંગની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ:બાબા સિદ્દીકી હત્યા કેસ પછી, કથિત રીતે લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા એક સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ છે, જેમાં એનસીપી નેતાની હત્યાની જવાબદારી લેવામાં આવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે બાબા સિદ્દીકીની હત્યા એટલા માટે કરવામાં આવી કારણ કે તે દાઉદની નજીક હતા.

બિશ્નોઈ ગેંગ દ્વારા કથિત રીતે કરવામાં આવેલી પોસ્ટમાં અભિનેતા સલમાન ખાનનો પણ ઉલ્લેખ છે. દાવો કરવામાં આવ્યો હતો કે બાબા સિદ્દીકીએ દાઉદ ઈબ્રાહિમને બોલિવૂડ, રાજનીતિ અને પ્રોપર્ટી ડીલિંગ સાથે જોડ્યો હતો. આ પોસ્ટમાં એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે સલમાન ખાન અને દાઉદની મદદ કરનારને જવાબદાર ગણવામાં આવશે.

એક પોલીસ અધિકારીએ કહ્યું, "અમે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટ જોઈ છે. અમે તેની સત્યતા ચકાસી રહ્યા છીએ."

મુંબઈ પોલીસ દિલ્હી પોલીસ સાથે મળીને તપાસ કરશે:NCP નેતા અને પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યાના સંબંધમાં ધરપકડ કરાયેલા બે આરોપીઓએ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંબંધ હોવાનો દાવો કર્યો છે. જોકે, મુંબઈ પોલીસે હજુ સુધી આ દાવાની પુષ્ટિ કરી નથી. સૂત્રોએ જણાવ્યું કે મુંબઈ પોલીસ તેની તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસની એક ટીમ પણ તપાસ માટે આજે મુંબઈ પહોંચશે.

આ પણ વાંચો:

  1. સલમાનના દોસ્ત, બિશ્નોઈના દુશ્મન ? શું સિદ્દીકીની હત્યા સલમાનના નામે સંકેત ?

ABOUT THE AUTHOR

...view details