અયોધ્યાઃ ભકતોની લાગણીને માન આપીને રામ મંદિર ટ્રસ્ટ તરફથી રામ મંદિરમાં દર્શનનો સમય વધારવામાં આવ્યો છે. હવે રાત્રે 11.00 કલાક સુધી પ્રભુ શ્રી રામના દર્શન કરી શકાશે. પહેલા આ સમય મર્યાદા રાત્રે 10 કલાકની હતી. જેમાં 1 કલાકનો વધારો કરવામાં આવ્યો છે. જો VVIPને દર્શન કરવા આવવું હોય તો 10 દિવસ અગાઉ તંત્ર, પોલીસ અથવા ટ્ર્સ્ટને સૂચિત કરવા પડશે. અત્યારે અયોધ્યામાં ભારે ભીડને લઈને સુરક્ષા કરતા કર્મચારીઓની ડ્યૂટી 25મી જાન્યુઆરી સુધી વધારી દેવામાં આવી છે.
કાયદા વ્યવસ્થાના ડીજી પ્રશાંતકુમાર અનુસાર અયોધ્યામાં મોટી સંખ્યામાં અત્યારે રામ ભક્તોની ભીડ જામેલી છે. તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાત્રે રામ ભકતો દર્શન કરી લે ત્યાં સુધી મંદિરના દ્વાર ખુલ્લા રાખવામાં આવશે. હવે મંદિરના દ્વાર રાત્રે 10 કલાકને બદલે 11 કલાક સુધી ખુલ્લા રહેશે. તેમજ VVIP માટે ખાસ નિયમ બનાવવામાં આવ્યો છે. VVIPને દર્શન કરવા હોય તો 10 દિવસ અગાઉ તંત્ર, પોલીસ અથવા ટ્ર્સ્ટને સૂચિત કરવા પડશે. અયોધ્યામાં સુરક્ષા કરતા કર્મચારીઓની ડ્યૂટી 25મી જાન્યુઆરી સુધી વધારી દેવામાં આવી છે.