અમદાવાદ :આજે 04 જૂલાઈ, 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ:ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. આજે સમાધાનકારી વલણ અપનાવશો તો કોઇ સાથે સંઘર્ષમાં ઉતરવાનું નહીં થાય. લેખકો, કલાકારો અને કસબીઓ માટે સમય અનુકૂળ છે. ભાઇભાંડુ સાથે સુમેળ રહે. મધ્યાહન બાદ આપની ચિંતાઓમાં ઘટાડો થાય અને ઉત્સાહ વધશે. મનમાં સંવેદનશીલતા અને લાગણીનો સરવાણી રહે. મિત્રો સાથે પ્રવાસનું આયોજન કરો. આર્થિક બાબતોનું આયોજન કરી શકશો. પરિવારના સભ્યો સાથે આનંદપૂર્વક સમય પસાર થાય.
વૃષભ: ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આજે દિવસના ભાગમાં મહત્વના કાર્યો પૂરા કરી દેવાની સલાહ આપવામાં આવે છે. ધનલાભની શક્યતા જણાય. તન- મનથી ઉત્સાહિત રહો. પરિવારજનો સાથેનો સમય આનંદથી પસાર થાય. પરંતુ બપોર પછી આપ વિચારોમાં વધુ ખોવાયેલા રહેવાથી અથવા અસંમજસતા વધવાથી નિર્ણય લેવામાં થોડી મુશ્કેલી અનુભવશો. તેના કારણે હાથમાં આવેલી તક સ્વીકારવી કે ઇનકાર કરવો તે બાબતે ગુંચવાશો. આવી સ્થિતિમાં બીજાની સલાહ લઈ શકો છો. જક્કી વલણના કારણે અન્ય લોકો સાથે ઘર્ષણ થવાની શક્યતા હોવાથી હઠાગ્રહ છોડવો. નવા કાર્યની શરૂઆત કરવા માટે બપોર પછીનો સમય સારો નથી. ભાઇભાંડુમાં પ્રેમ અને સહકારની લાગણી રહેશે.
મિથુન: ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આજે આપને દરેક બાબતે ધીરજ અને શાંતિથી કામ લેવાની સલાહ છે. ઘરમાં કુટુંબીજનો સાથે સહકારની ભાવના વધારવી અને દરેકને આદર આપવો. શરૂ કરેલા કાર્યો પરિપૂર્ણ થશે પરંતુ વધુ પરિશ્રમની તૈયારી રાખવી પડશે. શારીરિક- માનસિક ટાળવા માટે તમે મેડિટેશનનો સહારો લઈ શકો છો. પરંતુ બપોર પછી આપનામાં કામ કરવાન ઉત્સાહ જણાશે. પરિવાર ક્ષેત્રે પણ અનુકૂળ વાતાવરણ સર્જાય. જીવનસાથી જોડે સારી રીતે સમય પસાર કરી શકશો. આપનામાં આત્મવિશ્વાસનું સિંચન થશે. મનોરંજન પાછળ ખર્ચ થાય.
કર્ક:ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી એકાદશ ભાવમાં છે. વેપારધંધામાં વૃદ્ધિ અને આર્થિક લાભ થવાનો યોગ છે. સુંદર રમણીય સ્થળે પર્યટનનું આયોજન થાય. દાંપત્યજીવનની શ્રેષ્ઠ પળો આપ માણી શકશો. પરંતુ મધ્યાહન બાદ આપનું શારીરિક અને માનસિક રીતો થોડી સુસ્તિ અથવા આળસ આવી શકે છે. પરિવારના સભ્યો સાથે કોઇ કારણસર મતભેદ થાય તો શક્ય હોય એટલી સમાધાનકારી નીતિ અપનાવીને વાત ઉકેલવાનો પ્રયાસ કરવો. અચાનક કોઇ કારણસર ખર્ચની શક્યતા વધશે માટે આર્થિક બાબતે પૂર્વતૈયારી રાખવાની સલાહ છે. કામકાજમાં અને રસ્તા પર ધીરજ રાખશો તો આકસ્મિક ઈજાથી બચી શકશો.
સિંહ:ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી દશમ ભાવમાં છે. નવા કાર્યોનું આયોજન કરવા માટે એકંદરે સારો દિવસ છે. અધુરાં કાર્યો પૂરાં થાય. મિત્રો, સગાંસ્નેહીઓ પાસેથી ભેટ ઉપહાર મળે. જેથી આનંદ થાય. વેપાર ક્ષેત્રે નવા સંપર્કો અને ઓળખાણથી લાભ થાય. કુટુંબ અને મિત્રો સાથે આનંદ માણશો. આવકમાં વૃદ્ધિના યોગ છે. નાનકડી પણ આનંદદાયક મુસાફરી થાય. જીવનસાથી સાથે સુખ સંતોષની લાગણી અનુભવશો.
કન્યા:ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી નવમ ભાવમાં છે. વેપારીઓ તેમના વ્યવસાયમાં નાણાકીય લાભ મેળવી શકશે. લાંબા અંતરની મુસાફરીનો યોગ છે. સ્વાસ્થ્યની બાબતમાં સંભાળવું. દૂર વસતા સ્નેહીઓના સમાચાર મળે. મધ્યાહન પછી ઓફિસમાં ઉપરી અધિકારીઓન સાથ સહકાર મળે. સરકારી લાભ માટે ગૃહસ્થજીવનમાં સુખ અને સંતોષની લાગણી અનુભવશો. નોકરીયાતોને પદોન્નતિથી લાભ થાય. માન- સન્માનથી મન પ્રસનન રહે.
તુલા:ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. વધુ પડતા કામના બોજથી તમે માનસિક બેચેની અનુભવો તેવી સંભાવના હોવાથી ગજા બહારનું કામ લેવું નહીં તેમજ કામની વહેંચણી કરવાનું પણ શીખવું પડશે. નિર્ધારિત સમયમાં આપનું કાર્ય પૂરું કરવા માટે જરૂર જણાય ત્યાં બીજાની મદદ લેવી. પાચનમાં હળવો હોય તેવો ખોરાક લેવો. પ્રવાસમાં વિઘ્નોથી બચવા માટે પૂર્વાયોજન કરવાની સલાહ છે. મધ્યાહન પછી દૂર વસતા સગાં સ્નેહીઓના સમાચાર મળવાથી આપને આનંદ વિભોર કરશે. નવા કાર્યની શરૂઆત કરવાનો ઉત્સાહ આવે. પરદેશગમન માટેના સંજોગો ઉભા થાય. વેપારધંધામાં આર્થિક લાભ થવાની શક્યતા છે.
વૃશ્ચિક:ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આજે આપ દાંપત્યજીવનને વિશેષ માણી શકશો અને તેના સુખનો અનુભવ કરી શકશો. પરિવાર સાથે સામાજિક મેળાવડામાં ભાગ લો. ટૂંકી મુસાફરીનો યોગ છે. બપોર પછી આપની તબિયતની કાળજી લેવી પડશે. વધુ પડતા વિચારોમાં અટવાશો તો માનસિક રીતે વ્યગ્રતા થઈ શકે છે. બપોર પછી નવા કાર્યની શરૂઆત કરવાનું મુલતવી રાખજો. પ્રવાસનું આયોજન કરો તો તેમાં કેટલીક સાવચેતીઓ રાખવી પડશે. સમયસર ભોજન લેવાની સલાહ છે. યોગ અને ધ્યાનથી માનસિક શાંતિ મેળવી શકશો.
ધન: ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આપનો આજનો દિવસ શુભફળદાયી હશે. શરીર અને મનની સ્વસ્થતાની સાથે સાથે જ આપ વ્યવસ્થિત રીતે આપના કાર્યો પૂરા કરી શકશો. આર્થિક આયોજન પણ ખૂબ સારી રીતે થઇ શકે. ઓફિસમાં સાથે કામ કરનારા કર્મચારીઓનો સહકાર મળશે. પરિવારજનો અને મિત્રો સાથેની ઘનિષ્ઠતા વધે. દાંપત્યજીવન આનંદદાયક રહે. જાહેર જીવનમાં સફળતા મળે. વેપારીઓ વ્યાપારમાં વૃદ્ધિ કરી શકશે. સામાજિક જીવનમાં યશકીર્તિ મળે.
મકર:ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી પંચમ ભાવમાં છે. વિચારોની વિશાળતા અને વાક્ચાતુર્યથી આપ અન્યને પ્રભાવિત કરી શકશો. આપની વાણીનો મધુરતાથી આપ નવા સંબંધો બાંધી શકશો. આર્થિક આયોજન સારી રીતે કરી શકો. તબિયત સંભાળવી. સામાન્ય રીતે દિવસ આનંદમાં પસાર થાય, નોકરીમાં સહકર્મચારીઓનો સહકાર મળે. બપોર પછી બીમાર વ્યક્તિને તબિયતમાં સુધારો જણાય અધુરાં કાર્યો પૂરા થશે.
કુંભ: ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. વિદ્યાર્થીઓ, કલાકારો અને ખેલાડીઓ માટે વર્તમાન સમય સારો હોવાનું જણાઈ રહ્યું છે. સરકારથી તેમજ પિતાથી લાભ થાય. આપનું મનોબળ મક્કમ રહે. કાર્યોમાં સફળતા મળે. વાદવિવાદમાં સફળતા મળે. સ્ત્રીવર્ગ પાછળ ધનખર્ચ થાય. પાચનતંત્રમાં તકલીફ થવાની શક્યતા છે. તેથી બહારનું ખાવાનું ટાળવું. વાંચન લેખનમાં આપની અભિરૂચિ વધશે. નાણાંનું વ્યવસ્થિત આયોજન કરી શકશો.
મીન:ચંદ્ર આજે વૃષભ રાશિમાં છે. તે આપની રાશિથી તૃતીય ભાવમાં છે. આજે આપ કલ્પનાના જગતાં વિહાર કરશો. આપની સર્જનશક્તિને યોગ્ય દિશા મળશે. આપનું મન લાગણીથી આર્દ્ર બનશે. પરિવાર, મિત્રો સાથે સુરૂચિપૂર્ણ ભોજન લેવાનું થાય. રોજિંદા કાર્યો ભરપૂર આત્મવિશ્વાસ અને મક્કમ મનથી પાર પાડશો. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. સંતાનો માટે સમય સારો હોવાનું જણાઈ રહ્યું છે. પિતૃપક્ષ તરફથી લાભ થાય.