ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોએ પરિવાર સાથે વિખવાદથી બચવા વાણી પર સંયમ કેળવવો પડશે - Aajnu RAshifal - AAJNU RASHIFAL

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 24, 2024, 6:06 AM IST

અમદાવાદ :આજે 24 જૂલાઈ, 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: ચંદ્ર આજે કુંભ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આજે આપ આર્થિક મોરચે નિશ્ચિંત રહેશો. લગ્‍નોત્‍સુક યુવક- યુવતીઓ જીવનસાથી મળવાના યોગ છે. સમાજમાં આપ યશકિર્તી મેળવો. વેપાર ધંધામાં લાભ થાય. પર્યટનનું આયોજન કરશો. પરંતુ મધ્‍યાહન પછી આપની માનસિક એકાગ્રતા ઓછી રહે. સ્‍વાસ્‍થ્‍યની કાળજી લેવી. સ્‍વજનો સાથે મતભેદ ટાળવા માટે તેમની સાથે સહકારની ભાવના વધારવી પડશે અને તેમને આદર પણ આપવો પડશે. સંબંધોમાં ગેરસમજ ટાળવી તેમજ અકસ્‍માતથી બચતા રહેવું. નાણાંનો વ્‍યય ટાળવા માટે ખર્ચ પર ચાંપતી નજર રાખવી.

વૃષભ: ચંદ્ર આજે કુંભ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. આજે આપનો દિવસ શુભફળદાયી નીવડશે. નોકરી-ધંધામાં અનુકૂળ સંજોગો વચ્‍ચે આપના કામની કદર થાય. સમાજમાં માન પ્રતિષ્‍ઠાની વૃદ્ધિ થાય. આપના કાર્યો સરળતાથી પાર પડે અને તેમાં લાભ થાય. દાંપત્‍યજીવનમાં ખુશાલી વ્‍યાપશે. નવા કાર્યોનું આયોજન કરવા અથવા નવું કામ શરૂ કરવા માટે શુભ સમય છે. સામાજિક આર્થિક ક્ષેત્રે લાભ અને વૃદ્ધિનું સૂચન છે. સ્‍ત્રી મિત્રો ફાયદાકારક નીવડે. રમણીય સ્‍થળે પ્રવાસનું આયોજન થાય.

મિથુન:ચંદ્ર આજે કુંભ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આપને હરીફો સાથે કે ઉપરીઓ સાથે કોઈપણ મહત્વની ચર્ચા કરવાની હોય તો શાંતિપૂર્વક કરવી અને શક્ય હોય ત્યાં સુધી કોઈપણ ચર્ચા ટૂંકમાં પતાવવી. મોજશોખની વસ્‍તુઓ ખરીદવા પાછળ ખર્ચ થશે. નોકરી- વ્‍યવસાયમાં સારું રહે. માનસિક સ્‍વસ્‍થતા જળવાશે. મધ્‍યાહન બાદ આપની શારીરિક માનસિક સુખાકારી સારી રહેશે. ઉચ્‍ચ અધિકારીઓ આપના કાર્યથી સંતુષ્‍ટ રહેશે. ધનપ્રાપ્તિના યોગ છે. કૌટુંબિક અને ગૃહસ્‍થજીવનમાં સુખશાંતિ રહેશે.

કર્ક:ચંદ્ર આજે કુંભ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આજે આપને અનૈતિક કાર્યો અને નિષેધાત્‍મક વિચારોથી દૂર રહેવાની સલાહ છે. આપ બોલવા પર સંયમ રાખશો તો કુટુંબમાં ખટરાગ નહીં થાય. શારીરિક અને માનસિક સ્વસ્થતા જાળવવા માટે વિચારોમાં ઉદારતા લાવવી અને પોઝીટીવ દૃષ્ટિકોણથી કોઇપણ બાબત જોવી. નાણાંભીડની શક્યતા ટાળવા માટે અગાઉથી ખર્ચનું આયોજન કરવું. બપોર પછી વિદેશથી અથવા દૂરના અંતરેથી સારા સમાચાર મળે. ઉપરી અધિકારીઓનું વર્તન તમને નારાજ કરી શકે છે માટે કામમાં ક્યાં ચુક ના રહે તેનું ધ્યાન રાખવું. હરીફો સાથે વાદવિવાદમાં ન પડવું.

સિંહ: ચંદ્ર આજે કુંભ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. આજે આપ તબિયતથી ખુશમિજાજ અને રંગીન રહેશો. પ્રણય રોમાન્‍સ પૂરબહારમાં ખીલશે. દોસ્‍તો, સંબંધીઓ સાથે બહાર ફરવા જવાનું થાય. આનંદદાયક પ્રવાસનું આયોજન કરો. જાહેરમાં માન- સન્‍માન મળશે. ભાગીદારો સાથે સમય સારો રહે. મધ્‍યાહન પછી આપ- માનસિક થાક અનુભવશો. ગુસ્‍સાની લાગણી પર અંકુશ રાખવાની સલાહ છે. પરિવાર સાથે વિખવાદથી બચવા વાણી પર સંયમ કેળવવો પડશે. વધુ પડતા ખર્ચને કારણે આર્થિક તંગી અનુભવશો માટે બિનજરૂરી ખર્ચ ટાળવો. પ્રભુભક્ત‍િ અને આધ્યાત્મિક વિચારો આ સમયે આંતરિક શાંતિનો અનુભવ કરાવશે.

કન્યા: ચંદ્ર આજે કુંભ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. આજે આપના સ્‍વભાવમાં વધારે પડતી સંવેદનશીલતા હશે. કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થાય. યશકિર્તીની વૃદ્ધિ થાય. મોસાળમાંથી સારા સમાચાર મળે. તનમનથી પ્રસન્‍નતા અનુભવશો. કુટુંબમાં સુખશાંતિ જળવાશે. બપોર પછીનો સમય પ્રણય અને રોમાન્સ માટે અનુકૂળ સમય છે. આપનું દરેક કાર્ય દૃઢ મનોબળ અને આત્‍મવિશ્વાસ સાથે કરશો. પ્રવાસ- પર્યટનની શક્યતાઓ છે. શ્રેષ્‍ઠ દાંપત્‍યસુખ મળે.

તુલા: ચંદ્ર આજે કુંભ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આજે આપ આપની બૌદ્ધિ શક્તિથી લેખનકાર્ય અને સર્જનકાર્યમાં આગળ વધી શકશો. ઝડપથી બદલાતા જતા વિચારો મનની સ્થિરતા નહીં રહેવા દે માટે આજે મહત્વના નિર્ણયો લેવામાં સાચવજો. શક્ય હોય તો યાત્રા પ્રવાસ મોકૂફ રાખવો, આકસ્મિક ખર્ચ માટે તૈયાર રહવું પડશે. મધ્‍યાહન બાદ આપને કાર્યસફળતા મળવાના કારણે મનમાં પ્રસન્‍નતા અનુભવશો. યશકિર્તીની પ્રાપ્તિ થાય. નોકરી- વ્‍યવસાયના ક્ષેત્રે આપને આપના સહકાર્યકરોનો સારો સાથ સાંપડશે. પરિવારમાં આનંદપૂર્ણ વાતાવરણ રહે.

વૃશ્ચિક:ચંદ્ર આજે કુંભ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આજે વિદ્યાપ્રાપ્તિ માટે અનુકૂળ દિવસ છે. સ્‍વભાવમાંનું હઠીલાપણું છોડી દેવાથી ઘણી સમસ્‍યાઓ સર્જાતી અટકી જશે. શણગાર પ્રસાધનો નવાં ઘરેણાં, વસ્‍ત્રો વગેરેની ખરીદી પાછળ ખર્ચ થશે. નાણાકીય આયોજન સફળતાપૂર્વક કરી શકશો. મધ્‍યાહન બાદ આપના વિચારોમાં ઝડપી પરિવર્તન આવતાં જણાશે. એટલે વૈચારિક સ્થિરતા નહીં રહે. નવા કાર્યની શરૂઆત કરવી આજે હિતાવહ નથી.

ધન:ચંદ્ર આજે કુંભ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આપ દિવસના ભાગમાં માનસિક અને શારીરિક રીતે વધારે સ્‍વસ્‍થ હશો. કુટુંબના સભ્‍યો સાથે લાંબા ગાળાના આયોજનો થાય. ટૂંકા પ્રવાસ શક્ય બને. મિત્રો- સ્‍નેહીઓ સાથે આનંદપૂર્વક સમય પસાર થાય. બપોર પછી આપ શારીરિક- માનસિક બેચેની અનુભવશો. સૌંદર્ય પ્રસાધનો, રાચરચીલું કે મનોરંજનના સાધનની ખરીદી થાય. મિલકત વગેરેના દસ્‍તાવેજો કરતી વખતે સાવધાની રાખવી. પાણીથી સંભાળવું.

મકર:ચંદ્ર આજે કુંભ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આપને આજે કોઈપણ વ્યક્તિ સાથે વાત કરતી વખતે વાણીમાં મધુરતા અને વિનમ્રતા રાખવાની સલાહ છે. ધાર્મિક કાર્યો કે વિધિ પાછળ આપને ખર્ચ થાય. પરિવારના સભ્‍યોને વિશેષ આદર આપવો અને તેમની સાથે ચર્ચા દરમિયાન વાણી સં‍યમિત રાખવી. બપોર પછી આપનું મન હળવાશ અનુભવશે. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય જળવાશે. ભાગ્‍યવૃદ્ધિ થાય. ભાઇભાંડુઓ સાથે સુમેળ રહે. ટૂંકી મુસાફરી માટેના સંજોગો ઊભા થાય. પ્રિયપાત્રનો મેળાપ મનને આનંદિત કરશે.

કુંભ:ચંદ્ર આજે કુંભ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આજે આપ તન અને મનથી પ્રફુલ્લિત રહેશો. આપ ઉંડી ચિંતનશક્તિ અને આધ્યાત્મિકતામાં ખોવાયેલા રહેશો. મનમાંથી નકારાત્‍મક વિચારો હાંકી કાઢવા સલાહ આપવામાં આવે છે. વાણી પર સંયમ રાખવો આવશ્‍યક છે. ધનનો વ્‍યય અને બિનજરૂરી ખર્ચથી સંભાળવું. કોઈપણ નિર્ણય લેવામાં અત્યારે જો તમે પોતાની રીતે આગળ ના વધી શકતા હોવ તો બીજાની મદદ લેવાની સલાહ છે. કામની ઓછી કદર થાય તો પણ પોતાની કર્તવ્યનિષ્ઠાથી ડગવું નહીં. વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિના કાર્યોમાં વધુ એકાગ્ર થવું પડશે.

મીન:ચંદ્ર આજે કુંભ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આજે કોઇની સાથે પૈસાનો વહેવાર કરવામાં લેખિત નોંધ રાખવાનું ભુલતા નહીં તેમજ શક્ય હોય ત્યાં સુધી કોઇના જામીન ન થવાની સલાહ છે. મનને એકાગ્ર રાખવા કોશિષ કરજો. ખર્ચને અંકુશમાં રાખવો પડશે. સ્‍વજનો સાથે સુમેળ રાખવા માટે હઠાગ્રહ છોડીને તેમની લાગણીઓ સમજવાનો પ્રયાસ કરવો. બપોર પછી આપની તબિયત સુધરશે. મન પણ સ્‍વસ્‍થતા મેળવશે. આપ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ મિત્રો તરફથી ભેટસોગાદો મળે. દાંપત્‍યસુખ સારું મળે. પરિવારનું સુખ સારું રહે.

ABOUT THE AUTHOR

...view details