ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોને માતાના સ્વાસ્થ્ય માટે તેમની વધુ સેવા કરવાની સલાહ છે - AAJNU RASHIFAL

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે. વાંચો આજનું રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 23, 2024, 5:01 AM IST

અમદાવાદ :આજે 23 ઓક્ટોબર 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ:ચંદ્ર આજે મિથુન રાશિમાં છે. તે આપની રાશિથી તૃતીય ભાવમાં છે. આજે આપ નવું કામ શરૂ કરવાની પ્રેરણા જાગશે, પણ આપના વિચારો સ્પષ્ટ ન હોવાથી મુંઝવણ વધે તેવી શક્યતા છે. આપના વ્યવસાયમાં સ્પર્ધાનો અનુભવ થશે, ટૂંકો પ્રવાસ થાય તેવી પણ શક્યતા છે. સહોદરો સાથે સંબંધ સારા રહેશે, તેમનાથી લાભ થશે. સ્ત્રીઓએ બોલવા પર સંયમ રાખવો પડશે.

વૃષભ: ચંદ્ર આજે મિથુન રાશિમાં છે. તે આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. આપની મુંઝવણ ભરેલી માનસિકતાને કારણે હાથમાં આવેલી અગત્યની તકો ગુમાવો નહીં તેનું ધ્યાન રાખવાની ખાસ સલાહ છે. નવું કાર્ય શરૂ કરવા માટે આજનો દિવસ અનુકૂળ નથી. આપના જીદ્દી સ્વભાવને કારણે કોઇની સાથે મતભેદ થઇ શકે. આપની વાકપટુતાથી આપ કોઇને આકર્ષિત કરી શકશો. આપના કુટુંબમાં શાંતિ અને સુમેળ જળવાશે. નાણાંકીય લાભ મેળવી શકશો. વિદ્યાર્થીઓ સફળતા મેળવી શકશે.

મિથુન:ચંદ્ર આજે મિથુન રાશિમાં છે. તે આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આજે આપ ઉત્સાહિત અને સ્ફૂર્તિલા હશો. આપ સારા પોશાક અને ઘરેણાં પહેરશો, સ્વાદિષ્ટ ભોજન માણશો અને સગા સ્નેહીઓ સાથે આપનો દિવસ ખુશીમાં પસાર થશે. લગ્નજીવનમાં સંતોષ અને શાંતિ મેળવી શકશો. નાણાંકીય લાભ અને યોજનાઓ પાર પાડવા માટે આજનો દિવસ વધુ યોગ્ય છે. આપે ખર્ચ પર કાબુ રાખવો પડશે. આપ નકારાત્મક વિચારોને આપના પર હાવિ ન થવા દેશો.

કર્ક:ચંદ્ર આજે મિથુન રાશિમાં છે. તે આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આપને શારિરીક અને માનસિક રીતે થોડી બેચેની અનુભવાશે. આપની મુંઝવણને કારણે નિર્ણય લેવો ઘણો કઠિન બની જશે માટે બીજાની મદદ લેવી અથવા નિર્ણય લેવાનું ટાળવું. કુટુંબીજનો સાથે મતભેદ ટાળવા માટે મૌન રહેવું અને સમાધાનકારી નીતિ રાખવી. માતાના સ્વાસ્થ્ય માટે તેમની વધુ સેવા કરવાની સલાહ છે. ખર્ચનું પ્રમાણ વધી શકે છે. વિવાદથી દૂર રહેવાની સલાહ છે.

સિંહ:ચંદ્ર આજે મિથુન રાશિમાં છે. તે આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આજે આપને લાભ થવાની શક્યતા છે તેમ જણાઈ રહ્યું છે, પણ આપનું મનોવલણ સ્પષ્ટ નહીં હોય તો મળેલી તક ગુમાવવી પડે તેવી શક્યતા છે. માનસિક સ્પષ્ટતા વધુ રાખવી. સ્ત્રી મિત્રોને મળીને લાભ મેળવી શકશો. આપ આપના વડીલોના આશીર્વાદ મેળવી શકશો. ઘરમાં શુભ પ્રસંગોનું આયોજન થશે. વેપારીઓ ધંધામાં સારી સફળતા મેળવી શકશે. નોકરીમાં આવકમાં વધારો થઇ શકશે. મુસાફરી થવાની પણ શક્યતા છે.

કન્યા:ચંદ્ર આજે મિથુન રાશિમાં છે. તે આપની રાશિથી દશમ ભાવમાં છે. નવું કામ શરૂ કરવા આપે જે યોજનાઓ બનાવી છે તેને પુરી કરી શકશો. પિતા સાથેની નિકટતામાં વધારો થશે, તેમજ આપના માન-પાન પણ વધશે. સરકારી કામકાજમાં સફળતા મેળવી શકશો. સ્વાસ્થ્ય સારું રહે, પારિવારિક જીવનમાં સુમેળ અને શાંતિ રહે. આપે નાણાંની વસુલાત કે વેપારના હેતુથી મુસાફરી કરવાનું થાય.

તુલા:ચંદ્ર આજે મિથુન રાશિમાં છે. તે આપની રાશિથી નવમ ભાવમાં છે. સાહિત્યમાં રસ ધરાવનારા તેમજ બુદ્ધિશાળી લોકોને મળીને જ્ઞાનની વાતોમાં સમય પસાર કરી શકશો. નવા કામની શરૂઆત કરી શકશો. આપ લાંબી મુસાફરી કે કોઇ યાત્રાધામના દર્શનાર્થે જાવ તેવી શક્યતા છે. વિદેશગમન થાય કે ત્યાં રહેતા સ્વજનોના સમાચાર મેળવી શકશો. આપનું સ્વાસ્થ્ય કથળે. સંતોનોના પ્રશ્નો સતાવે.

વૃશ્ચિક: ચંદ્ર આજે મિથુન રાશિમાં છે. તે આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આજે આપે સાવચેતીપૂર્વક આગળ વધવું પડશે અને મહત્વના કાર્ય આજે હાથ પર ન લો તો સારું. ઉગ્ર સ્વભાવ અને ખરાબ વર્તનને કારણે આપ તકલીફમાં મુકાઇ જાવ તેવી શક્યતા છે. આપને સમયસર ભોજન મળી શકશે નહીં. આપે ખોટી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઇએ. અકસ્માત થવાની પણ શક્યતા છે. ભગવાનનું નામ લેવાથી આપનો અજંપો ઓછો થશે.

ધન: ચંદ્ર આજે મિથુન રાશિમાં છે. તે આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આજનો દિવસ તર્ક અને બુદ્ધિપૂર્વકના વિનિમય માટે ઘણો સારો છે. પ્રવાસ, મનોરંજન, મિત્રો સાથે મુલાકાત, સ્વાદિષ્ટ ભોજન અને વસ્ત્રો, વિજાતીય પાત્રો સાથેની નિકટતા આપને વધુ આનંદિત કરશે. આપને ભાગીદારીથી લાભ થઇ શકે. જીવનસાથી સાથેનો સંબંધ વધુ ગાઢ બનશે. આપનું માન સન્માન વધશે.

મકર:ચંદ્ર આજે મિથુન રાશિમાં છે. તે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આપના વેપાર ધંધાની વૃદ્ધિ થશે. નાણાંકીય દૃષ્ટિએ આજનો દિવસ ફાયદાકારક નિવડશે અને આર્થિક કામકાજો સારી રીતે પાર પડશે. પરિવારમાં સુખ-શાંતિ જળવાઇ રહેશે. આપની સાથે તથા હાથ નીચે કામ કરતા લોકો આપને મદદરૂપ થશે. મોસાળમાંથી શુભ સમાચાર મળે. વિરોધીઓ પર જીત મેળવી શકશો, પણ આપને સલાહ છે કે કાયદાકીય બાબતોમાં આપે થોડા સાવચેત રહેવું પડશે.

કુંભ: ચંદ્ર આજે મિથુન રાશિમાં છે. તે આપની રાશિથી પંચમ ભાવમાં છે. આજે આપને પોતાની તબિયત સંભાળવી પડે તેમજ સંતાનો બાબતોમાં વધુ વ્યસ્તતા રહે. પેટની તકલીફ, અપચો જેવી તકલીફ થઇ શકે. ખૂબ જ ઝડપથી વિચારો બદલાતા આપની માનસિક સ્થિતિ ડહોળાય તેવી શક્યતા છે. કોઈ પણ કામની શરૂઆત કરવા માટે આજનો દિવસ યોગ્ય નથી.યાત્રા-પ્રવાસ પડતો મુકવાની સલાહ છે કારણ કે તેમાં તકલીફ પડી શકે છે.

મીન: ચંદ્ર આજે મિથુન રાશિમાં છે. તે આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આપના શરીર અને મનમાં બેચેની અનુભવાય.પરિવારજનો સાથે મતભેદ કે વિવાદ ટાળવાની સલાહ છે. માતાના સ્વાસ્થ્યની વધુ કાળજી લેવી અને તેમની શક્ય હોય એટલી વધુ સેવા કરવી. કેટલીક એવી ઘટનાઓ બને જેના કારણે આપનો ઉત્સાહ ઓછો થઈ શકે છે માટે અગાઉ આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની સલાહ છે. આપને ઊંઘનું પ્રમાણ ઓછુ રહે. પાણી અને સ્ત્રીઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.મકાન-મિલકત કે વાહનોને લગતી બાબતોની ચિંતા રહ્યા કરે.

ABOUT THE AUTHOR

...view details