ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોને આરોગ્‍યની કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે - Aajnu Rashifal - AAJNU RASHIFAL

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 22, 2024, 5:01 AM IST

અમદાવાદ :આજે 22 જૂલાઈ, 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. ઘર પરિવાર અને સંતાનોની બાબતમાં આજે આપને આનંદ અને સંતોષની લાગણીનો અનુભવ થશે. આજે આપ સગાં સંબંધીઓ અને મિત્રોથી ઘેરાયેલા રહેશો. વેપાર ધંધા અંગે પ્રવાસ થાય અને એમાં લાભ થાય. વ્‍યવસાય ક્ષેત્રે આપને ધન, માન અને પ્રતિષ્‍ઠાની પ્રાપ્તિ થશે. નોકરીમાં બઢતી મળે, આગ, પાણી અને વાહન અકસ્‍માતથી સંભાળવાની ચેતવણી આપવામાં આવે છે. કાર્યબોજથી થાક અનુભવાય.

વૃષભ:આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. વિદેશ વસતા સ્‍વજન કે મિત્રના સમાચાર મળવાથી આપનું મન પ્રસન્‍નતા અનુભવશો. વિદેશ જવા ઇચ્‍છતા લોકો માટે અનુકૂળ સંજોગો ઉભા થાય. લાંબા અંતરની જાત્રા કે મુસાફરી કરવાનો પ્રસંગ આવે. ઓફિસ કે વ્‍યવસાયના સ્‍થળે કામનું ભારણ વધે. ઓફિસ કે વ્‍યવસાયના સ્‍થળે કામનુ ભારણ વધે. વેપાર ધંધામાં આર્થિક લાભ થવાની શક્યતા છે. આરોગ્‍ય એકંદરે મધ્‍યમ રહે.

મિથુન: આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. કોઇ પ્રકારના અનિષ્‍ટને ટાળવા માટે આજે ક્રોધની લાગણીને કાબૂમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. બીમાર દર્દીને રોગોપચાર માટે નવી સારવાર કે ઓપરેશન કરાવવા માટે અનુકૂળ દિવસ નથી. ખર્ચનું પ્રમાણ વધતાં નાણાંભીડ અનુભવાય. કુટુંબીજનો અને સહકર્મચારીઓ સાથે મનદુ:ખ ટાળવા માટે વર્તન સૌમ્ય રાખવું અને દરેકને આદર આપવો. આરોગ્‍યની કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે. ઇશ્વરની પ્રાર્થના, તેમજ જાપ કરવાથી હળવાશ અનુભવશો.

કર્ક: આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. આજના દિવસે મોજશોખ અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં આપ રચ્‍યાપચ્‍યા રહેશો. મિત્રો, પરિવાર સાથે મનોરંજનના સ્‍થળે કે પ્રવાસ પર્યટન પર જવાની તક મળશે. સ્‍વાદિષ્‍ટ ભોજન, નવા વસ્‍ત્રો, આભૂષણો વગેરેની ખરીદી થાય. વાહનસુખ પ્રાપ્‍ત થાય. જાહેર ક્ષેત્રમાં માન તેમજ વ્‍યવસાય ક્ષેત્રે ભાગીદારીમાં લાભ મળે. વિજાતીય વ્‍યક્તિઓ પરત્‍વે આકર્ષણ થાય. પ્રેમીજનોને પ્રણયમાં સફળતા મળે.

સિંહ: આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. આજે આપના પરિવારમાં હર્ષોલ્‍લાસનું વાતાવરણ રહે. પરિવારના સભ્‍યો સાથે મળીને આપ આનંદપૂર્વક સમય પસાર કરો. શરીર સ્‍વાસ્‍થ્‍ય સારું રહે. યશકીર્ત‍િ અને આનંદની પ્રાપ્તિ થાય. નોકરીના ક્ષેત્રે સાથી કર્મચારીઓનો સારો સહકાર મળે. બીમાર વ્‍યક્તિને રોગમાંથી મુક્તિ મળે. મોસાળપક્ષ તરફથી સારા સમાચાર મળે તેમજ લાભ થાય. હરીફોનો પરાજય થાય.

કન્યા:આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. ચિંતા, ઉદ્વેગ ભર્યા આજના દિવસે આપને કોઇને કોઇ કારણસર મનમાં વ્યાકુળતા રહેવાની સંભાવના હોવાથી મનમાં વધુ પડતા વિચારો લાવવા નહીં. ખાસ કરીને સંતાનો અને તમારા આરોગ્‍યને લગતી બાબતોમાં વધુ વ્યસ્ત રહેશો. પેટને લગતી બીમારી હોય તેમણે ભોજન પર અંકુશ રાખવો. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં બીજાનું માર્ગદર્શન લેવાથી ફાયદો થશે. આકસ્મિક ધન ખર્ચની તૈયારી રાખવી. શેરસટ્ટાથી દૂર રહેવાની ટકોર કરવામાં આવે છે. પ્રિયજન સાથે મુલાકાત થાય.

તુલા: આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આજે વધુ પડતી સંવેદનશીલતા અને વિચારના વમળો ઉઠવાથી આપ માનસિક અસ્‍વસ્‍થતાનો અનુભવ કરશો તેથી ધીરજ અને શાંત ચિત્ત સાથે આગળ વધવાની સલાહ છે. માતા અને સ્‍ત્રીઓ સંબંધી બાબતોમાં તમારે વધુ ધ્યાન આપવું પડશે. મુસાફરી આજે શક્ય હોય ત્યાં સુધી ટાળવાની સલાહ છે. છાતીને લગતા દર્દો હોય તેમણે કાળજી લેવી. જમીન મિલકતને લગતી બાબતોમાં સાવધાનીપૂર્વક વતર્વાની સલાહ છે. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં એકાગ્રતા વધારવાની સલાહ છે.

વૃશ્ચિક: આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આપ આજનો દિવસ ખુશખુશાલ રીતે પસાર કરશો. નવા કાર્યની શરૂઆત કરશો. ઘરમાં ભાઇબહેનો સાથે સુમેળ રહેશે. સ્‍વજનો અને મિત્રો સાથે મિલન મુલાકાત થાય. નાનકડા પ્રવાસનો યોગ છે. આજે આપના કાર્યો સફળ થશે. ભાગ્‍યમાં લાભદાયી પરિવર્તન આવશે. દુશ્‍મનો અને હરીફો તેમની ચાલમાં નાકામિયાબ રહે. આપની લોકપ્રિયતામાં વધારો થાય.

ધન:આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ મધ્‍યમ ફળદાયી નીવડશે. પરિવારજનો સાથે કોઈપણ બાબતે ગેરસમજ અથવા અસ્પષ્ટતા ટાળવાની સલાહ છે. આજે આપના માનસિક વલણમાં દૃઢતા જાળવી રાખવી જેથી કોઈપણ મહત્વની બાબતોમાં નિર્ણય લેવામાં કોઈ મુશ્કેલી ના આવે. આજે કોઇ અગત્‍યના નિર્ણયો લેવામાં બીજાની મદદ પણ લેવી પડે. નકામો ધનખર્ચ અને કાર્યબોજ આપના મનને વ્‍યથિત રાખી શકે છે.

મકર:આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આજે ધાર્યા કાર્યો સરળતાથી પાર પડશે. ઓફિસમાં કે વ્‍યવસાયના સ્‍થળે આપનું વર્ચસ્‍વ વધશે. ગૃહસ્‍થજીવનમાં આનંદનું વાતાવરણ રહે. આરોગ્‍ય સારું રહે. માનસિક સ્‍વસ્‍થતા જળવાશે. મિત્રો અને સ્‍નેહીઓ સાથેની મુલાકાતથી ખુશીનું વાતાવરણ રહે. ઉત્તમ ભોજન અને વસ્‍ત્રાભૂષણો મળે, તથા લગ્‍નજીવનમાં સુખ સંતોષ અનુભવાય.

કુંભ:આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આજે શક્ય હોય ત્યાં સુધી કોઇના જામીન ન થવાની તેમજ નાણાંની લેવડદેવડ ન કરવાની સલાહ છે. ખર્ચનું પ્રમાણ પણ વધારે રહેવાની શક્યતા હોવાથી પૂર્વતૈયારી રાખજો. આરોગ્‍યની બાબતમાં ધ્‍યાન રાખવું તેમજ કુટુંબીજનો સાથે વર્તનમાં વિનમ્રતા વધારવી પડશે. કોઇ સાથે ગેરસમજ ટાળવી. ક્રોધને જેટલો અંકુશમાં રાખશો એટલા ફાયદામાં રહેશો. પારકાનું ભલું કરવામાં તમારી પોતાની સમસ્યાઓ વધી ના જાય તેનું ધ્યાન રાખવું. અકસ્‍માતથી સંભાળવું.

મીન:આજે ચંદ્ર મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આજે આપના માટે લાભદાયી દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. નોકરી ધંધાના ક્ષેત્રે આવક વૃદ્ધિ થાય. વડીલવર્ગ અને મિત્રો તરફથી આપને કોઇક ફાયદો થાય. નવા મિત્રો બને, જેમની મિત્રતા ભવિષ્‍ય માટે લાભદાયક નીવડે. માંગલિક પ્રસંગમાં જવાનું થાય. મિત્રો સાથે પ્રવાસ પર્યટનનું આયોજન કરશો. સંતાનો અને પત્‍ની તરફથી શુભ સમાચાર મળે. આકસ્‍િમક ધન લાભ થાય.

ABOUT THE AUTHOR

...view details