અમદાવાદ :આજે 13 ઓગષ્ટ 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ:આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. તમામ સાંસારિક બાબતોથી પર રહીને આપ આજે આધ્યાત્મિક બાબતોમાં રત રહેશો. આજે આપ ઉંડી ચિંતનશક્તિ ધરાવશો. ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ તરફ આપનું વિશેષ આકર્ષણ રહે. આધ્યાત્મિક સિદ્ધિઓ મળવાના યોગ છે. વાણી પર સંયમ રાખવાથી આપ અનર્થો ટાળી શકશો. હિતશત્રુઓથી ચેતતા રહેવાની સલાહ આપવામાં આવે છે. આજે નવું કાર્ય શરૂ ન કરવું. પાણી અને સ્ત્રીથી દૂર રહેવું. આકસ્મિક ધનલાભનો યોગ છે.
વૃષભ: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આજે આપનું ગૃહસ્થજીવન અને દાંપત્યજીવન બંનેમાં સુખ અને આનંદનો અનુભવ થશે. કુટુંબીજનો અને નિકટના મિત્રો સાથે ઉત્તમ ભોજન લેવાનો પ્રસંગ બને. તેમની સાથે નાનકડા પ્રવાસનું પણ આયોજન કરી શકશો. દૂર વસતા આપ્તજનના સમાચારથી આપને ખુશી થશે. અચાનક ધન પ્રાપ્તિની શક્યતા નકારી શકાય નહીં. પરદેશ સાથે સંપર્ક સાધવો.
મિથુન: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આજના દિવસ આપના માટે શુભફળદાયક છે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ આપના મનને પ્રફુલ્લિત રાખશે. આપને કાર્યમાં સફળતા અને યશકીર્તિ મળે તેમજ અટકી પડેલાં કાર્યો પૂરા થાય. આર્થિક લાભ મળે. ખર્ચનું પ્રમાણ વધે પરંતુ ખર્ચ યોગ્ય રીતે થાય. શારીરિક સ્વાસ્થ્ય સારું રહે. સ્વભાવમાં ક્રોધ વધારે હોય. તેથી વાણી પર સંયમ રાખવો જરૂરી છે. સામાજિક માન- પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. વિરોઘીઓ સામે આપને સફળતા મળે.
કર્ક:આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પંચમ ભાવમાં છે. આજનો દિવસ શાંત ચિત્ત રાખી પસાર કરવાની સલાહ છે. આજે આપનું શારીરિક અને માનસિક આરોગ્ય નરમગરમ રહે. મનમાં ચિંતા, ઉદ્વેગ રાખશો તો શરીરમાં પેટની પીડા હેરાન કરી શકે છે. ઓચિંતા ધનખર્ચને પહોંચી વળવા માટે તૈયારી રાખવી. પ્રેમીજનો વચ્ચે કોઇ મનદુ:ખ ટાળવા માટે તમારે સંબંધોનું સિંચન કરવામાં બાંધછોડની નીતિ રાખવી પડશે. અન્ય વિજાતીય પાત્ર પરત્વેના આકર્ષણથી આપની વચ્ચે તણાવ આવી શકે છે. આજે યાત્રા પ્રવાસ શક્ય હોય ત્યાં સુધી ટાળવાની સલાહ છે. નવા કાર્યનો પ્રારંભમાં પણ અપેક્ષા કરતા ઓછી સફળતા જણાઈ રહી છે.
સિંહ:આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આજે થોડી સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. ઘરમાં વિવાદ, ઝગડો ન થાય તે માટે વાણી વર્તન પર સંયમ રાખવો પડે. સ્ત્રી વર્ગ અને જળાશયોથી જોખમ હોવાથી તેનું ધ્યાન રાખવું. માતા સાથે કોઈપણ પ્રકારે મનદુઃખ ટાળવા માટે વર્તનમાં સૌમ્યતા લાવજો અને જરૂર પડ્યે નમતું જોખવાની નીતિ રાખજો. નકારાત્મક વિચારો તમારા મનને ઘેરે નહીં તે માટે મેડિટેશન અને પ્રેરાણાદાયી પુસ્તકોના વાંચનનો સહારો લઈ શકો છો. જમીન વાહન વગેરેના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવામાં સાવચેતી રાખવી. પાણીના સ્થળે સંભાળપૂર્વક વર્તન કરવું. તંદુરસ્તી પ્રત્યે આજે સચેત રહેવું.