અમદાવાદ :આજે 09 જાન્યુઆરી, ગુરુવારના રોજ ચંદ્ર મીન રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. સ્ફૂર્તિલી તાજગીભરી સવારથી દિવસનો પ્રારંભ કરશો. ઘરમાં મિત્રો અને સગાં સ્નેહીઓની અવરજવરથી ખુશાલીનો માહોલ રહેશે. તેમના તરફથી મળેલી આકસ્મિક ભેટ આપને ખુશ કરી દે. આજે આર્થિક લાભ મળવાની પણ શક્યતા છે. પ્રવાસની તૈયારી રાખજો. નવું કામ શરૂ કરી શકો છો. ઉત્તમ ભોજન લેવાનો લાભ મળશે.
વૃષભ:ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે કોઇપણ પ્રકારનું અવિચારી પગલું કે નિર્ણય લેતા પહેલાં સંભાળવું જરૂરી છે. કોઇકની સાથે ગેરસમજ ઉભી થવાની શક્યતા ટાળવા માટે વાણી અને વર્તનમાં શક્ય એટલી પારદર્શકતા રાખવી. નાદુરસ્ત તબિયત આપના મનને પણ ઉદાસ બનાવી શકે છે માટે સ્વાસ્થ્ય પણ સંભાળવું. આ સમયમાં તમારા પરિવારમાં સ્નેહીજનોનો વિરોધ મતભેદ ઉભા થાય તો સમાધાનની નીતિ રાખવી પડશે. મહેનતનું યોગ્ય વળતર ના મળે તો નિરાશા થયા વગર પ્રયાસ ચાલુ રાખવા. આજનો દિવસ થોડો ખર્ચાળ સાબિત થઈ શકે છે.
મિથુન:ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપનો આજનો દિવસ વિવિધ લાભોની પ્રાપ્તિ કરાવનાર નીવડે. પરિવારમાં પુત્રો અને પત્ની તરફથી લાભદાયક સમાચાર મળે. મિત્રો સાથેના મિલન મુલાકાત આપને આનંદ આપશે. વેપારી વર્ગને આવકમાં વૃદ્ધિ થાય. નોકરીમાં ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિ રહે. લગ્નોત્સુક પાત્રોને જીવનસાથી મળવાના યોગ છે. સ્ત્રી મિત્રો તરફથી લાભ મળે. આનંદદાયક પ્રવાસનું આયોજન થાય. આરોગ્ય સારું રહે.
કર્ક: ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. વર્તમાન દિવસ આપના માટે શુભ હોવાનું જણાઈ રહ્યું છે. વ્યવસાય કરનારાઓ પર ઉતરી અધિકારીઓ મહેરબાન રહે. નોકરીમાં લાભ થાય. બઢતી મળે. કુટુંબમાં એખલાસનું વાતાવરણ રહે. નવા ફર્નિચરથી ઘરની શોભા વધારશો. સરકારી લાભ મળે. માતા તરફથી લાભ મળવાના યોગ છે. આજે ઉત્તમ સાંસારિક સુખ મળે. માન- મોભો, ધન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. શરીર અને મન સ્વસ્થ રહેશે. મિત્રો તરફથી ભેટસોગાદો મળે.
સિંહ: ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. સ્વભાવમાં ઉગ્રતા અને ક્રોધ ટાળવાની સલાહ છે. આપને કામ કરવામાં મન ના લાગે તો વધુ પડતા પ્રયાસો કરવાના બદલે થોડો આરામ કરી લેવો. વાદવિવાદમાં અહમને અંકુશમાં રાખવો. આરોગ્યની કાળજી લેવી પડે. ઉતાવળા નિર્ણયો કે પગલાંથી નુકસાન થવાની સંભાવના છે. નોકરી ધંધાના ક્ષેત્રે અવરોધ આવવાથી ધાર્યું કામ પાર પાડી નહીં શકો. ધાર્મિક યાત્રાનું આયોજન થાય.
કન્યા: ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે નવું કાર્ય હાથ ધરવું હિતાવહ નથી. બહારના ખાદ્યપદાર્થો ખાવાથી તબિયત બગડવાની શક્યતા હોવાથી સ્વાસ્થ્ય વધુ સંભાળવું. ક્રોધને કાબુમાં રાખવા મૌનનું શસ્ત્ર વધારે કારગત નીવડશે. ધનખર્ચ વધારે થાય. હિતશત્રુઓ આપનું અહિત નહીં કરી શકે પરંતુ છતાંય જેટલા સાવધ રહેશો એટલો તમારો જ ફાયદો છે. આગ અને પાણીથી સંભાળવું. સરકાર વિરોધી કે અનૈતિક પ્રવૃત્તિઓ આપને કોઈપણ પ્રકારે મુશ્કેલીમાં મુકી શકે છે માટે તેનાથી દૂર રહેવું.
તુલા: ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. પ્રણય, રોમાન્સ, મનોરંજન અને મોજમજાભર્યો આજનો દિવસ છે. જાહેરજીવનમાં આપ મહત્તા પામશો. યશકીર્તિમાં વૃદ્ધિ થશે. ભાગીદારો સાથે લાભની વાત થાય. સુંદર વસ્ત્રો કે આભૂષણોની ખરીદી કરશો. દાંપત્યસુખ અને વાહનસુખ ઉત્તમ મળે. તંદુરસ્તી અને માનસિક સ્વસ્થતા જળવાઇ રહેશે. મિત્રો સાથે પર્યટન થાય.
વૃશ્ચિક: ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપ નિશ્ચિંતતા અને સુખ શાંતિ સાથે ઘરમાં સમય પસાર કરશો. શરીર તથા મનની પ્રફુલ્લિતતા કામ કરવાનો ઉત્સાહ આપશે. ઓફિસમાં સ્ટાફની મદદ મેળવીને ઘણું કામ પાર પાડી શકો. અધૂરાં કામ પૂરા થઇ જશે. આપ માફકસરનો ખર્ચ કરશો જેથી નાણાંકીય બાબતે આપનું ટેન્શન નહીં વધે.
ધન: ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપનો વર્તમાન દિવસ મિશ્રફળદાયી હોવાનું જણાઈ રહ્યું છે. આજે આપને પેટને લગતી સમસ્યાઓ હોય તેમણે સ્વાસ્થ્યની કાલજી લેવી. સંતાનોનું આરોગ્ય અને અભ્યાસ અંગેની ચિંતાથી મન વ્યગ્ર રહે. કાર્યમાં સફળતામાં વિલંબ થતા ગુસ્સાની લાગણી આવી શકે છે માટે તેના પર કાબુ રાખવો. પ્રણય પ્રસંગો સર્જાવા માટે ઉચિત સમય છે. પ્રિયપાત્ર સાથે રોમાંચક ક્ષણોનો આનંદ ઉઠાવી શકશો. સાહિત્ય લેખન ક્ષેત્રે રૂચિ રહે. વાટાઘાટો તેમજ બૌદ્ધિક ચર્ચાઓથી દૂર રહેવું હિતાવહ છે.
મકર:ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપના શરીર અને મનમાં સુસ્તી અને સ્ફૂર્તિ વધારવા માટે કામ અને મનોરંજન તેમજ પારિવારિક જીવન વચ્ચે સંતુલન લાવવાની સલાહ છે. મનમાં અજંપો હોય તો તેને દૂર કરવા માટે રમુજી ફિલ્મો માણી શકો છો. પરિવાજનો સાથે મતભેદ કે વિવાદ ટાળવો જેથી તેમના તરફથી પણ આપને સહકાર મળી શકે. આપને સમયસર ભોજન અને ઊંઘ લેવાની સલાહ છે. આપને સ્ત્રી વર્ગથી કોઇ નુકસાન ના થાય અથવા તેમની સાથે મતભેદ ટાળી શકાય તેમ માટે સતર્ક રહેવાની ટકોર કરવામાં આવે છે. આપને વધારે ખર્ચ ન થાય અને અપયશ ન મળે તેનું ધ્યાન રાખવું પડશે.
કુંભ:ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપનું મન ચિંતામુક્ત થતાં હળવાશ અનુભવશો, અને આપના ઉત્સાહમાં પણ વધારો થશે. વડીલો કે મિત્રો તરફથી લાભની અપેક્ષા રાખી શકો. સ્નેહમિલન કે પ્રવાસના માધ્યમથી મિત્રો સ્વજનો સાથે આનંદપૂર્વક સમય પસાર કરવાનો મોકો મળે. પ્રિયપાત્રનો સંગાથ અને દાંપત્યજીવનમાં વધુ ઘનિષ્ઠતા અનુભવાશે. આર્થિક લાભ અને સામાજિક માન પ્રતિષ્ઠાના અધિકારી બનશો.
મીન: ચંદ્ર આજે મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. નાણાકીય આયોજનો હાથ ધરવા માટે આજે શુભ દિવસ છે. ધારેલા કાર્યો પૂરા થાય. આવક વધે. પરિવારમાં સુખ શાંતિ છવાયેલી રહે. સુરૂચિપૂર્ણ ભોજન પ્રાપ્ત થાય. આરોગ્ય સારું રહે તથા મનની સ્વસ્થતા આપ જાળવી રાખશો.