જોધપુરઃ યૌન શોષણના આરોપમાં સજા કાપી રહેલા આસારામે હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી સારવાર માટે અરજીઓ કરી છે. જો કે આસારામને હજુ સુધી ક્યાંયથી વચગાળાની રાહત મળી નથી. બુધવારે રાજસ્થાન હાઈકોર્ટમાં મહારાષ્ટ્ર પોલીસ કમિશનર દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.
સારવાર માટે અરજીઃ આસારામની સારવાર માટે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી ન્યાયાધીશ દિનેશ મહેતા અને ન્યાયાધીશ વિનીત કુમાર માથુરની ડિવિઝન બેંચમાં થઈ હતી. ગત સુનાવણી દરમિયાન આસારામે પોલીસ કસ્ટડીમાં મહારાષ્ટ્રમાં ખપોલીની માધવબાગ મલ્ટિડિસિપ્લિનરી કાર્ડિયાક કેર ક્લિનિક સારવાર માટે વિનંતી કરી હતી.
સુરક્ષા રિપોર્ટ મંગાવાયોઃ આસારામે મહારાષ્ટ્રમાં સારવાર માટે કરેલ અરજી સંદર્ભે મહારાષ્ટ્ર પોલીસ અને જોધપુર પોલીસ કમિશનર પાસેથી સુરક્ષા સંબંધિત રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના પોલીસ કમિશનરે સુરક્ષાના કારણોસર મહારાષ્ટ્રમાં સારવારની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. બુધવારે સુનાવણી દરમિયાન એડિશનલ એડવોકેટ જનરલ અનિલ જોશી દ્વારા મહારાષ્ટ્ર પોલીસનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટને જોતા કોર્ટે આસારામની મહારાષ્ટ્રમાં સારવાર કરાવવાની વિનંતીને ફગાવી દીધી હતી.
આવતીકાલે હજૂ સુનાવણીઃ આ દરમિયાન આસારામના વકીલોએ કહ્યું કે આસારામ આયુર્વેદિક પદ્ધતિથી સારવાર કરાવવા માંગે છે. કોર્ટે જોધપુરની આયુર્વેદિક હોસ્પિટલ કરવડમાં સારવાર કરાવવાનું વિચાર્યું છે અને ત્યાંથી તાત્કાલિક રિપોર્ટ મંગાવ્યો છે. આવી સ્થિતિમાં આવતીકાલે રિપોર્ટ આવ્યા બાદ હાઈકોર્ટમાં અરજીની વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે, પરંતુ આસારામની મહારાષ્ટ્ર જવાની આશા પર પાણી ફરી વળ્યું છે. ગત સુનાવણી દરમિયાન આસારામે પોલીસ કસ્ટડીમાં મહારાષ્ટ્રમાં ખપોલીની માધવબાગ મલ્ટિડિસિપ્લિનરી કાર્ડિયાક કેર ક્લિનિક સારવાર માટે વિનંતી કરી હતી.
- Asaram Rape Case: આસારામ દુષ્કર્મ કેસ મામલે આસારામ દોષિત જાહેર, આવતીકાલે સંભળાવશે સજા
- આશારામ બાપુને જોધપુર એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા