આંધ્રપ્રદેશ:આંધ્ર પ્રદેશ સરકારે તિરુપતિમાં થયેલી ભાગદોડમાં જીવ ગુમવનારા લોકોના પરિવારજનો માટે સહાયની જાહેરાત કરી છે. મહેસૂલ મંત્રી સત્ય પ્રસાદે જાહેરાત કરી કે રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 25-25 લાખ રૂપિયા જયારે ઈજાગ્રસ્તોને 10 લાખ રૂપિયા સહાય આપશે.
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ભાગદોડની આ ઘટના માટે ન્યાયિક તપાસના આદેશ પણ આપ્યા છે. તેમજ ડીએસપી રમણકુમાર અને ગૌશાળાના ડાયરેક્ટર હરનાથ રેડ્ડીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ ત્રણ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
સીએમ નાયડુએ વ્યક્ત કરી નારાજગીઃ સીએમએ નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે કેટલાક અધિકારીઓ બેજવાબદાર હતા, ડીએસપી રમણકુમારે બેદરકારીપૂર્વક વર્તન કર્યું, જેના કારણે આ ઘટના સર્જાય. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ડીજીપી, ટીટીડી ઇઓ, કલેક્ટર અને એસપી સાથે અમરાવતીમાં ઘટનાની સમીક્ષા કરી. બાદમાં અધિકારીઓએ તિરુપતિ ઘટના અંગેનો અહેવાલ મુખ્યમંત્રીને સુપરત કર્યો હતો. બપોરે અમરાવતીથી તિરુપતિ પહોંચેલા ચંદ્રબાબુએ ભાગદોડના વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોને મળવા તિરુપતિ હોસ્પિટલ પણ પહોંચ્યા હતા.
તિરુપતિ ભાગદોગની ઘટનામાં બે કેસ નોંધાયા છે. પદ્માવતી પાર્કમાં બનેલી ઘટના સંદર્ભે તિરુપતિ પૂર્વ પોલીસ સ્ટેશનમાં બે કેસ નોંધવામાં આવ્યા છે. એક કેસ રાયનવનમ તાલુકા અધિકારીની ફરિયાદ પર નોંધવામાં આવ્યો હતો, અને બીજો કેસ વિષ્ણુ નિવાસમમાં બનેલી ઘટનાના સંબંધમાં બલય્યાપલ્લેના તાલુકા અધિકારીની ફરિયાદ પર નોંધવામાં આવ્યો હતો.
આ ભાગદોડમાં અત્યાર સુધીમાં છ ભક્તોના મોત:આપને જણાવી દઈએ કે ભાગદોડની આ ઘટનામાં અત્યાર સુધીમાં છ શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે 48 અન્ય લોકો રૂઈયા અને સ્વિમ્સમાં સારવાર હેઠળ છે. મૃતકોમાં પાંચ મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. મૃતકોની ઓળખ બોદ્દેતી નાયડુબાબુ (51), રજની (47), લાવણ્યા (40), શાંતિ (34), વિશાખાપટ્ટનમની 34 વર્ષિય નિર્મલા તરીકે થઈ છે, આ ઉપરાંત કર્ણાટકના બેલ્લારીની એક મહિલા અને સાલેમની મલ્લિગા (49) નામની મહિલાનો પણ મૃતકોમાં સમાવેશ થાય છે.
- તિરુપતિમાં ટોકન વિતરણ દરમિયાન નાસભાગ મચી, 6 શ્રદ્ધાળુઓના મોત
- મહિલાના 'શારીરિક દેખાવ' પર ટિપ્પણી કરવી એ સજાને પાત્ર ગણાશે: કેરળ હાઈકોર્ટ