ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળમાં હિંસા વચ્ચે બપોરે 1 વાગ્યા સુધી 50 ટકા મતદાન નોંધાયું - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

લોકસભા ચૂંટણી 2024 માટે મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળમાં હિંસા થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. કૂચ બિહાર સહિત માથાભાંગા અને સીતાકુચી વિસ્તારમાં TMC અને BJP કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હોવાના કેટલાક છૂટાછવાયા બનાવ નોંધાયા છે.

પશ્ચિમ બંગાળમાં હિંસા વચ્ચે બપોરે 1 વાગ્યા સુધી 50 ટકા મતદાન
પશ્ચિમ બંગાળમાં હિંસા વચ્ચે બપોરે 1 વાગ્યા સુધી 50 ટકા મતદાન

By ETV Bharat Gujarati Team

Published : Apr 19, 2024, 3:49 PM IST

કોલકાતા :લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળનમાં કૂચ બિહાર, અલીપુરદ્વાર અને જલપાઈગુડી આ ત્રણ બેઠકોમાં હિંસાના કેટલાક છૂટાછવાયા બનાવો નોંધાયા હતા. કૂચ બિહાર બેઠકના વિવિધ ભાગોમાં TMC અને BJP કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી.

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હિંસા :સૂત્રોએ જણાવ્યું હતું કે, બુથ હિંસા, મતદારોને ડરાવવા અને પોલ એજન્ટો પર હુમલાના સંબંધમાં TMC અને ભાજપે મતદાનના પ્રથમ થોડા કલાકોમાં અનુક્રમે 80 અને 39 ફરિયાદ નોંધાવી હતી. આમાંની મોટાભાગની ફરિયાદ કૂચ બિહાર અને અલીપુરદ્વાર બેઠક અંગે હતી.

બપોર સુધીમાં 50 ટકા મતદાન :CEO ઓફિસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અમને કેટલીક ફરિયાદો મળી છે, પરંતુ હિંસાના કોઈ અહેવાલ નથી. EC અધિકારીઓના જણાવ્યા અનુસાર બપોરે 1 વાગ્યા સુધી સરેરાશ 50 ટકાથી વધુ મતદાન થયું હતું.

કૂચ બિહારમાં ગંભીર હિંસા :કૂચ બિહાર જિલ્લાના સીતાલકુચીમાં TMC કાર્યકરો પર શારીરિક હુમલો કરવાનો ભાજપના સમર્થકો પર આરોપ છે. આ વિસ્તારમાં જ 2021 માં વિધાનસભા ચૂંટણી દરમિયાન ગોળીબાર થયો હતો, જેમાં ચાર લોકોના મોત થયા હતા.

ભાજપનો TMC પર આક્ષેપ:એક જિલ્લા ભાજપના નેતાએ આક્ષેપ કર્યો હતો કે, માથાભાંગા વિસ્તારમાં TMC સભ્યોએ તેમના પર હુમલો કર્યા પછી પાંચ કાર્યકરો ઘાયલ થયા હતા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેવી જ રીતે ચાંદમારી વિસ્તારમાં પણ ભાજપના કાર્યકરોએ ફરિયાદ કરી હતી કે, તેઓને બૂથમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નહોતી, કારણ કે TMC કાર્યકરો કથિત રીતે મતોની હેરાફેરી કરી રહ્યા હતા.

TMC નો ભાજપ પર આક્ષેપ :ટેલિવિઝન ફૂટેજ મુજબ માથાભાંગામાં TMC અને BJP બંને પક્ષના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ અને ઘણા લોકો ઘાયલ થયા હતા. TMC કાર્યકર્તાઓએ કેન્દ્રીય દળો પર આરોપ લગાવ્યો છે કે તેઓ ભાજપને અહીં મતોની છેડછાડમાં સહાય કરે છે. ઉપરાંત બેથગુરી બ્લોક પ્રમુખ અનંત બર્મનને ભાજપના કાર્યકરો દ્વારા કથિત રીતે હુમલો કર્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

  1. Loksabha Election 2024 ખાસ મતદાતા પ્રિયંકાએ ઉત્તરકાશીમાં મતદાન કર્યું, તેની ઊંચાઈ છે 64 સેન્ટિમીટર
  2. લોકસભા ચૂંટણીને લઈને પૂર્વોત્તર રાજ્યોમાં ધુંઆધાર મતદાન, પ્રથમ તબક્કામાં 21 રાજ્યો સામેલ

ABOUT THE AUTHOR

...view details