ઉત્તરપ્રદેશ : અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત સંબંધિત કેસની ગુરુવારે આગરાની સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં સુનાવણી થઈ હતી. જોકે અભિનેત્રી કંગના કોર્ટમાં પહોંચી ન હતી. તેમના વકીલ પણ તેમનો પક્ષ રજૂ કરવા આવ્યા ન હતા. હવે આ કેસની આગામી સુનાવણી 9 જાન્યુઆરીએ થશે.
કંગના પર રાજદ્રોહનો આરોપ :આ કેસની છેલ્લી સુનાવણી 18 ડિસેમ્બરે થઈ હતી. આમાં પણ અભિનેત્રી ન આવી અને તેના વકીલ પણ ન આવ્યા. તેના પર કોર્ટે આગામી તારીખ 2 જાન્યુઆરી નક્કી કરી હતી. કોર્ટે કંગનાના સરનામે નોટિસ મોકલી છે. જેમાં રાજદ્રોહના આરોપમાં ઘેરાયેલી અભિનેત્રીને કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
શું સમગ્ર મામલો ?આગ્રાના વાદી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને એડવોકેટ રમાશંકર શર્માએ 11 સપ્ટેમ્બર, 2024 ના રોજ આગ્રાની વિશેષ જજ MP-MLA કોર્ટમાં કંગના રનૌત વિરુદ્ધ દેશદ્રોહ અને રાષ્ટ્રના અપમાનની કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો. એવો આક્ષેપ કરવામાં આવ્યો કે 26 ઓગસ્ટ 2024ના રોજ એક ઈન્ટરવ્યુમાં કંગના રનૌતે કેન્દ્ર સરકાર સામે વિરોધ કરી રહેલા ખેડૂતોને હત્યારા ગણાવ્યા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિરુદ્ધ પણ વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેથી તેમની સામે ગુનો નોંધવાની માંગ કરી હતી.
સાંસદ કંગના સતત ગેરહાજર :વરિષ્ઠ વકીલ દુર્ગવિજય સિંહ ભૈયાએ જણાવ્યું કે, વિશેષ અદાલત MP-MLA ના જસ્ટિસ અનુજ કુમાર સિંહ વતી કંગના રનૌતના દિલ્હી અને કુલ્લુ મનાલી હિમાચલના સરનામાં પર નોટિસ મોકલવામાં આવી હતી. પરંતુ અત્યાર સુધી કંગના એક પણ નોટિસ પર કોર્ટની સુનાવણીમાં ન તો પોતે આવી અને ન તો તેમના વતી વકીલ કોર્ટમાં હાજર થયા છે.
સાંસદ કંગનાને સમન્સ અપાશે ?વાદી અને રાજીવ ગાંધી બાર એસોસિએશનના પ્રમુખ વરિષ્ઠ વકીલ રમાશંકર શર્માનું કહેવું છે કે, અભિનેત્રી કંગના કોર્ટની નોટિસને હળવાશથી લઈ રહી છે. આથી તે કોર્ટમાં હાજર રહી નથી. આગામી તારીખે કોર્ટ સાંસદ કંગના રનૌતને સમન્સ આપવાનો આદેશ જારી કરી શકે છે. કોર્ટે આ કેસમાં આગામી સુનાવણી 9 જાન્યુઆરીએ નક્કી કરી છે.
કંગનાએ જાહેર કર્યો યુ-ટર્ન વીડિયો : તમને જણાવી દઈએ કે, કંગના રનૌતે 25 સપ્ટેમ્બર, 2025 ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વીડિયો પોસ્ટ કરતા કહ્યું કે, હું મારા શબ્દો પાછા લવ છું. જો મારા શબ્દોથી કોઈને નિરાશ થયા હોય તો હું તેના માટે દિલગીર છું. હું માત્ર અભિનેત્રી જ નથી પરંતુ ભાજપની સાંસદ પણ છું. મારા નિવેદનથી જેને પણ દુઃખ થયું છે. હું તેના માટે દિલગીર છું.
- કંગના રનૌત વિરુદ્ધ અરજી, કહ્યું હતું- આંદોલનમાં લોકો 100 રૂપિયા લઈધરણા પર બેઠા
- ભાજપ માટે માથાનો દુખાવો બની કંગના રનૌત, કૃષિ કાયદા પર તેનું નિવેદન ફેરવી વાળ્યું