ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિદ્યાર્થીએ કૉફી પાઉડરમાંથી બનાવી દુનિયાની સૌથી મોટી હનુમાનજીની પેઈન્ટિંગ, ગિનીઝ બુકમાં નોંધાયો રેકોર્ડ - Hanuman Ji Coffee Painting - HANUMAN JI COFFEE PAINTING

હરિયાણાના ચરખી દાદરી જિલ્લાના એક વિદ્યાર્થીએ કોફી પાઉડરમાંથી હનુમાનજીની એક પેઈન્ટિંગ બનાવીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન હાંસલ કર્યુ છે. વિદ્યાર્થીએ યુટ્યૂબ માંથી પેઈન્ટિંગ શીખીને આ કલાકૃતિ બનાવી છે.

દુનિયાની સૌથી મોટી હનુમાનજીની પેઈન્ટિંગ
દુનિયાની સૌથી મોટી હનુમાનજીની પેઈન્ટિંગ

By ETV Bharat Gujarati Team

Published : Apr 29, 2024, 8:24 PM IST

દુનિયાની સૌથી મોટી હનુમાનજીની પેઈન્ટિંગ

ચરખી દાદરી: ઈશ્વરના આશીર્વાદ હોય અને કળા પ્રત્યે સમર્પણ હોય તો માણસ કોઈપણ કિર્તીમાન સ્થાપીત કરી શકે છે. આવો જ એક કીર્તિમાન ચરખી દાદરીના એક દુકાનદારના પુત્રએ રચ્યો છે. ધોરણ 11માં અભ્યાસ કરતા મનુજ સોની નામના વિદ્યાર્થીએ કોફી પાઉડર અને કપડામાંથી વૈશ્ય સ્કૂલના પટાગણમાં દુનિયાની સૌથી મોટી હનુમાનજીની પેઈન્ટિંગ બનાવ્યું છે. વિદ્યાર્થીએ આશરે 72 કલાકની કડક મહેનતથી 4 હજાર સ્કેવર ફૂટ આકારની હનુમાનજીની કલાકૃતિ બનાવી છે. વિદ્યાર્થીની કલાકૃત્તિ બનાવી છે જેને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવેશ થયો છે.

ચરખી દાદરીના દુકાનદાર અનિલ સોનીના પુત્ર મનુજ સોનીને બાળપણથી જ કંઈક અલગ કરવાની ઈચ્છા હતી. દાદરીની વૈશ્ય સ્કૂલના 11મા ધોરણના વિદ્યાર્થી મનુજે યુટ્યુબ પરથી પેઇન્ટિંગ વિશે શીખ્યા અને કંઈક નવું કરવાનો સંકલ્પ કર્યો. બે વર્ષ પહેલા પણ વિદ્યાર્થી મનુજે રંગોળી બનાવીને પોતાની પ્રતિભા બતાવીને અનેક સન્માન મેળવ્યા હતા. અહીંથી જ તેણે વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું સપનું જોયું અને તેની પ્રતિભા દર્શાવી.

વિદ્યાર્થી મનુજે જણાવ્યું કે, ઘણાં પાવડર અને પાણીની મદદથી શાળાના પરિસરમાં એક કપડા પર હનુમાનજીની 4 હજાર ચોરસ ફૂટ સાઈઝની આર્ટવર્ક બનાવવામાં આવ્યું છે. વિદ્યાર્થી મનુજે જણાવ્યું કે, લગભગ 72 કલાકની મહેનત બાદ શાળાના પરિસરમાં હનુમાનજીની વિશાળ તસવીર તૈયાર કરવામાં આવી છે. આ કલાત્મકતાના કારણે મનુજે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. વૈશ્ય સ્કૂલ કેમ્પસમાં પ્રશાસનિક અધિકારીઓની સાથે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થી મનુજનું સન્માન કરવામાં આવ્યું છે.

શાળાના આચાર્ય વિમલ સિંહે જણાવ્યું હતું કે વિદ્યાર્થી મનુજ સોનીને કંઈક નવું કરીને રેકોર્ડ બનાવવાનો શોખ છે. આ વખતે મનુજે શાળાના પરિસરમાં 4 હજાર ચોરસ ફૂટ સાઈઝની હનુમાનજીની આર્ટવર્ક બનાવ્યું છે. તેને બનાવવામાં લગભગ 72 કલાકની મહેનત લાગી હતી અને તેનો રેકોર્ડ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલો છે.

  1. Chhatrapati Shivaji Birth Anniversary : જૂનાગઢના ચિત્રકારે તૈયારી કરી શિવાજી મહારાજને સમર્પિત અદ્ભુત રંગોળી
  2. રામ મંદિરની અદભૂત રંગોળી, શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં બનાવાઈ 3000 ચોરસ ફૂટની વિશાળ રંગોળી

ABOUT THE AUTHOR

...view details