ગુજરાત

gujarat

ETV Bharat / bharat

61.5 Million Dollars Grant: ભારત ઉત્તર શ્રીલંકામાં પોર્ટ વિકસાવવા માટે 61.5 મિલિયન ડોલર્સની ગ્રાન્ટ આપશે - 61 Million Dollars Grant

ભારતે શ્રીલંકાના ઉત્તરીય પ્રાંતના કંકેસંથુરાઈ પોર્ટને સંપૂર્ણ રીતે વિકસાવવા માટે $61.5 મિલિયનની ગ્રાન્ટ ઓફર કરી છે. નવી દિલ્હી તેની નેબરહુડ ફર્સ્ટ પોલિસીને જે મહત્વ આપે છે તેનું આ બીજુ ઉદાહરણ છે. ETV ભારતે આ પોર્ટનું મહત્વ તેમજ પોર્ટને લીધે ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધોને કેવી મજબૂતી મળશે તેની સમીક્ષા કરી છે. વાંચો વિગતવાર. 61.5 Million Dollars Grant

ભારત ઉત્તર શ્રીલંકામાં પોર્ટ વિકસાવવા માટે  61.5 મિલિયન ડોલર્સની ગ્રાન્ટ આપશે
ભારત ઉત્તર શ્રીલંકામાં પોર્ટ વિકસાવવા માટે 61.5 મિલિયન ડોલર્સની ગ્રાન્ટ આપશે

By ETV Bharat Gujarati Team

Published : Mar 19, 2024, 10:24 PM IST

હૈદરાબાદઃ નવી દિલ્હીએ ઉત્તરીય શ્રીલંકામાં આવેલા કંકેસંથુરાઈ (KKS) બંદરને સંપૂર્ણ રીતે વિકસાવવા માટે ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. ભારત શ્રીલંકાને $61.5 મિલિયનની ગ્રાન્ટ આપશે. એક વેબસાઈટના અહેવાલ અનુસાર શ્રીલંકાના પોર્ટ, શિપિંગ અને એવિયેશન પ્રધાન નિમલ સિરીપાલા ડી સિલ્વા અને ભારતીય હાઈ કમિશનર સંતોષ ઝા વચ્ચેની બેઠક દરમિયાન શ્રીલંકામાં આ નિર્ણય લેવામાં આવ્યો.

અહેવાલ અનુસાર પ્રોજેક્ટના ભાગ રૂપે પોર્ટને ભરતી, પ્રવાહ, મોજા અને તોફાનથી બચાવવા માટે બ્રેક વોટર અથવા સ્ટેડી ઈન્ફ્રાસ્ટ્રકચર બનાવવામાં આવશે. પોર્ટને પણ 30 મીટરની ઊંડાઈ સુધી ડ્રેજ કરવામાં આવશે. જેથી ડીપ ડ્રાફ્ટ જહાજોને ત્યાં ડોક કરી શકાય.

ચર્ચા દરમિયાન, ભારતીય હાઈ કમિશનરે બંને રાષ્ટ્રો વચ્ચે પ્રાદેશિક સહયોગ વધારવા માટે ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને શ્રીલંકામાં વધુ ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે સંપૂર્ણ સહાયનું વચન આપ્યું. તેમણે એમ પણ જણાવ્યું કે, ભારત સરકારે શ્રીલંકાને ભારતીય પ્રવાસીઓ માટે ટોચના પ્રવાસ સ્થળ તરીકે નિયુક્ત કર્યુ છે. શ્રીલંકના પ્રધાને ભારત સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલ સમર્થન બદલ શ્રીલંકાની સરકાર અને તેમના મંત્રાલય વતી આભાર વ્યક્ત કર્યો. તેમણે ખાસ કરીને ચેન્નાઈ અને જાફના વચ્ચે ફ્લાઇટ શરૂ કરવાની પ્રશંસા કરી હતી.

શ્રીલંકાના પ્રધાને જણાવ્યું કે, ભારતીય પ્રવાસીઓની સુવિધા માટે પોર્ટ પર SLR 600 મિલિયનના ખર્ચે એક નવું ટર્મિનલ પણ બનાવવામાં આવશે. છેલ્લા 9 મહિનામાં નોંધપાત્ર સંખ્યામાં ભારતીય પ્રવાસીઓએ આ ટાપુની મુલાકાત લીધી છે. શ્રીલંકાના ઉત્તરીય પ્રદેશમાં આવેલું KKS પોર્ટ લગભગ 16 એકર વિસ્તારને આવરે છે. આ પોર્ટ કરાઈકલ પોર્ટ, પોંડિચેરી-ભારતથી 56 નોટિકલ માઈલના અંતરે આવેલું છે. જ્યારે ઓવરલેન્ડ મુસાફરીમાં પોર્ટ અને નજીકની જમીન વચ્ચેનું અંતર આશરે 23 કિમી છે.

શ્રીલંકા પોર્ટ્સ ઓથોરિટી (SLPA) અનુસાર ધરાવતું KKS પોર્ટ સમૃદ્ધ અને સુદીર્ઘ ઈતિહાસ ધરાવે છે. 1950માં કંકેસંથુરાઈમાં સિમેન્ટ ફેક્ટરીની સ્થાપના સાથે એક વ્યાપારી પોર્ટ તરીકે તેની કામગીરી શરૂ કરવામાં હતી. એક સમયે આ પોર્ટ શ્રીલંકાની નેવીના નિયંત્રણ હેઠળ હતું. તેણે ગૃહ યુદ્ધના તોફાની સમયગાળા દરમિયાન રાષ્ટ્રની સેવા કરી હતી. શ્રીલંકાની સરકારે આ બંદરની અપાર સંભાવનાને ઓળખીને તેને ભારત અને શ્રીલંકા વચ્ચેના પ્રવાસી બંદરમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લીધો હતો.

SLR400 મિલિયનના રોકાણ સાથે શ્રીલંકા અને ભારત વચ્ચે પેસેન્જર જહાજો અને કાર્ગોના પરિવહન માટે KKS પોર્ટનો ઉપયોગ કરવાની યોજનાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. પેસેન્જર જહાજ સેવાની શરૂઆત બંને દેશો વચ્ચે ખાસ કરીને ઉત્તર શ્રીલંકામાં સામાજિક-આર્થિક વિકાસ અને સાંસ્કૃતિક સંબંધોને વધારશે.

ટર્મિનલ બિલ્ડિંગ ઉપરાંત પોર્ટમાં હવે સુરક્ષા, કસ્ટમ્સ, ઈમિગ્રેશન સુવિધાઓ પણ સમાવિષ્ટ છે. જે સરળ અને કાર્યક્ષમ કામગીરી કરવા સક્ષમ છે. શ્રીલંકન નૌકાદળ કનકેસન્થુરાઈ બંદર પર સુવિધાઓના વિસ્તરણને સમર્થન આપવા સક્રિયપણે સામેલ છે.

રાષ્ટ્રીય હિત માટે કેકેએસ પોર્ટના વિકાસ પર હાલમાં નોંધપાત્ર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. KKS પોર્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ હાલના બ્રેકવોટર, થાંભલા અને રસ્તાઓનું સમારકામ અને પુનઃસ્થાપન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડ્રેજિંગ અને ભંગાર હટાવવા અને નવા થાંભલા અને વેરહાઉસનું બાંધકામ સામેલ છે.

ટર્નિંગ બેસિનમાં 8 મીટરની ઊંડાઈ સુધી ડ્રેજિંગ પહેલાથી જ પૂર્ણ થઈ ગયું છે જેથી કાર્ગો હેન્ડલિંગનું કામ કોઈ વિક્ષેપ વિના સતત થઈ શકે. KKS પોર્ટ પર ચાલી રહેલ વિકાસ શ્રીલંકામાં ઉત્તરીય પ્રાંતના લોકો માટે એક નવા યુગની શરૂઆત કરશે. ભારત અને શ્રીલંકા વચ્ચે લાંબા સમયથી રાહ જોવાતી હતી તે ફેરી સર્વિસ ગયા વર્ષે 14 ઓક્ટોબરે શરૂ કરવામાં આવી હતી. આ સેવા તમિલનાડુના નાગાપટ્ટિનમના બંદર શહેર અને ઉત્તર શ્રીલંકાના જાફના જિલ્લામાં આવેલા રિસોર્ટ હબ કાંકેનસંથુરાઈ વચ્ચે શરૂ કરવામાં આવી હતી.

હાઈ સ્પીડ ફેરી દરિયાની સ્થિતિના આધારે લગભગ સાડા 3 કલાકમાં નાગાપટ્ટિનમ અને KKS વચ્ચે લગભગ 110 કિમીનું અંતર કાપે છે. SLPA અનુસાર નવી પેસેન્જર સેવા ભારતના લોકોને શ્રીલંકાના જાફનામાં ઓછા ખર્ચે મુસાફરી કરવાની ઉત્તમ તક આપશે. બંને રાષ્ટ્રો વચ્ચેના ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત કરશે.

બે બંદરો વચ્ચેની મુસાફરીને વધુ કિફાયતી બનાવવા માટે, ઓપરેટરો 50-કિલો ફ્રી સામાન ભથ્થું ઓફર કરવા તૈયાર છે. KKS પોર્ટના સંપૂર્ણ વિકાસ માટે ભારતની $61.5 મિલિયનની ગ્રાન્ટ નવી દિલ્હી તેની નેબરહુડ ફર્સ્ટ નીતિને મહત્વ આપે છે.

ગયા વર્ષે ડિસેમ્બરમાં શ્રીલંકામાં ભારતના નવા હાઈ કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્યા પછી, ઝાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં ઉત્તરીય પ્રાંતની તેમની પ્રથમ મુલાકાત લીધી હતી જે દરમિયાન તેઓ KKS પોર્ટ પણ ગયા હતા.

  1. Tamil Nadu: શ્રીલંકન નેવી દ્વારા 23 ભારતીય માછીમારોની ધરપકડ, સીમા પર માછીમારી કરવાનો આરોપ
  2. શ્રીલંકાના મત્સ્યોદ્યોગ મંત્રીએ કહ્યું- ભારતીય માછીમારની ધરપકડ કરવી 'રાજકીય મજબૂરી'

ABOUT THE AUTHOR

...view details