ગોધરા ખાતે જિલ્લા પંચાયતના નવીન ભવનનું ઈ-ખાતમૂહુર્ત કરાયું - Gujarat News
🎬 Watch Now: Feature Video
પંચમહાલઃ જિલ્લામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વરદ હસ્તે ગોધરા ખાતે જિલ્લા પંચાયતના નવીન ભવનનું ઈ-ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું, રૂપિયા 16.41 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સભર આ નવીન જિલ્લા પંચાયત ભવન 18 માસમાં તૈયાર કરવામાં આવ્યુ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વરદહસ્તે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ગોધરા ખાતે જિલ્લા પંચાયતના નવીન ભવનનું ઈ-ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લા પંચાયતનું સિવિલાઈન્સ રોડ ખાતે આવેલું મકાન વર્ષ 1950થી ઉપયોગમાં લેવાઈ રહ્યું હતુ. જેથી મુખ્યપ્રધાન દ્વારા ઈ-લોકાર્પણ પ્રસંગે 70 વર્ષ જૂના આ ભવનના સ્થાને આકાર લેનારા નવા ભવનની રૂપરેખા જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહે રજૂ કરી હતી. રૂપિયા 16.41 કરોડના ખર્ચે 10,530 ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પાનારૂ બે માળનું આ બિલ્ડિંગ ભવિષ્યમાં જરૂરિયાત અનુસાર 1 વધારાનો માળ ઉમેરી શકાય અને પર્યાવરણના ધારાધોરણો અનુસાર ગ્રીન બિલ્ડિંગની શ્રેણીમાં આવે તે પ્રકારે ડિઝાઈન કરાયું છે. ગોધરા ખાતેના કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા પંચાયત પ્રમુખ રાજપાલસિંહ જાદવ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો, આ પ્રસંગે પંચમહાલ જિલ્લાના સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય સી.કે.રાઉલજી, જિલ્લા કલેક્ટર મ સહિત જિલ્લાના અગ્રણી પદાધિકારીઓ તેમજ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.