દિવાળી વેકેશન બાદ શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ - surat education news
🎬 Watch Now: Feature Video
સુરત : દિવાળીનું વેકેશન હવે પૂર્ણ થઇ ગયુ છે. શાળાઓમાં આજથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચુક્યો છે.દિવાળીનું વેકેશન પૂર્ણ થયા બાદ રાજ્યની મોટાભાગની શાળાઓ શરૂ થઈ ગઈ છે. દિવાળીમાં ફૂલ મોજ મસ્તી કરી ચુકેલા બાળકો આજે સ્કૂલ શરૂ થતા ખુશ જોવા મળ્યા હતા. 21 દિવસના દિવાળી વેકેશન બાદ ફરીથી 2019 -20ના શૈક્ષણિક વર્ષનું બીજું સત્ર શરૂ થશે. આજથી સ્કૂલો શરૂ થતા બાળકોના કોલાહલથી ફરી સ્કૂલો જીવંત બનશે.