Accident In Chhota Udepur: બોડેલી પાસે ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાયવરની સમયસૂચકતાને કારણે જાનહાનિ ટળી - Accident Between ST bus and truck
🎬 Watch Now: Feature Video
છોટા ઉદેપુર: વડોદરાથી છોટાઉદેપુર તરફ આવી રહેલી ST બસને બોડેલી પાસે આવેલા બામરોલી ગામ પાસે એક ડમ્મપર ચાલકે ઓવરટેક કરવા જતાં અકસ્માત (Accident Between ST bus and truck) સર્જાયો હતો. બસના ડ્રાયવરે સમય સુચકતા વાપરતા મોટી જાનહાની ટળી હતી. અક્સ્માત સર્જાતા બસનાં ડ્રાયવરને તેમજ ડમ્પર ચાલકને ઈજા પહોંચતાં 108 એમ્બ્યુલન્સ મારફત બોડેલી ખાતેની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જેમાં ડમ્પરના ચાલકને વડોદરા ખાતે વધુ સારવાર અર્થે રીફર કરાયો હતો. બસમાં (Accident In Chhota Udepur) અંદાજીત 50 જેટલા યાત્રીઓ બેઠાં હતાં. તે પૈકીના પાંચ જેટલાને સામાન્ય ઇજા પહોંચતા બોડેલી સામુહિક આરોગ્ય ખાતે ખેસેડવાં આવ્યાં છે.