ભુજમાં ગરબી મંડળ દ્વારા ગરબા રસિકોને આકર્ષવા માટે કર્યો નવો પ્રયોગો, જૂઓ વીડીયો... - New experiments to attract Garba aficionados
🎬 Watch Now: Feature Video
ભુજ, કચ્છ : શ્રી વોકળા ફળિયા ગરબી મિત્ર મંડળના આયોજકો દ્વારા ગરબા રસિકોને આકર્ષવા માટે નવા નવા પ્રયોગો પણ કરવામાં આવતા હોય છે. હર હંમેશ ભુજની જનતા માટે નવું કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. ત્યારે આ વર્ષે ગરબા રસિકોને આકર્ષવા માટે તથા હાસ્યરસ સાથે મનોરંજન પૂરું પાડવા માટે ગરબી મિત્ર મંડળના જે કાર્યકર્તાઓ છે. તેમના કાર્ટૂન સ્વરૂપ ચિત્રોને જ્યાં ગરબી યોજાય છે, ત્યાં દીવાલ પર ભુજના ચિત્રકાર દ્વારા કંડારવામાં આવી રહ્યા છે. એક બાજુ ગરબી મંડળના પંડાલમાં લોકો રાસ રમી રહ્યા છે. ત્યારે જૂનાં મિત્રો પણ એકઠાં થયા છે, અને જૂની યાદો તાજી કરી રહ્યા છે. ભુજના પ્રખ્યાત ચિત્રકાર બિપીનભાઈ સોની દ્વારા વિના મૂલ્યે કાર્ટૂન સ્વરૂપમાં આ મિત્રોની દોસ્તીના સબંધને દીવાલ પર કંડારવામાં આવી રહ્યા છે. આ કાર્ટૂન ચિત્રનો ગરબા રમવા આવેલા લોકો પણ આનંદ લઈ રહ્યા છે.