માળીયા હાટીનાની વ્રજમી નદીમાં પૂર, 6 થી 7 ગામના રસ્તા બંધ - rain in junagadh rural

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 30, 2020, 6:39 PM IST

જૂનાગઢના માળીયા હાટીનાના વડીયા પાસે આવેલી વ્રજમી નદીમાં ભારે પૂર આવતા 6 થી 7 ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. અનરાધાર વરસાદને પગલે આ નદી પરના પુલ પર પાણી ફરી વળ્યા હતા. વડીયાના પૂર્વ સરપંચ જે. કે. કાગડાએ જણાવ્યું હતું કે આ નદી પર બેઠો પુલ હોવાથી ધસમસતા પાણીના પ્રવાહમાં રસ્તા બંધ થઇ જાય છે અને ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાય છે. લાંબા સમયથી આ નદી પર મોટો પુલ બંધાવવાની માગણી કરવામાં આવી છે પરંતુ આ અંગે કોઇ કામગીરી કરવામાં આવી નથી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.