ભુજના કૃષ્ણસ્વરુપદાસ સ્વામીનું માસિકધર્મ અંગે વિવાદાસ્પદ નિવેદન - ભુજ સ્વામીનારાયણ મંદિર
🎬 Watch Now: Feature Video
કચ્છઃ ભુજમા સહજાનંદ કોલેજ વિવાદ વચ્ચે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતનો જુનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સંત સંબોધતા એવું જણાવી રહ્યા છે કે, રજસ્સ્ત્રીવલા સ્રત્રીના હાથે જમી લેવાથી બળદનો અવતાર મળે છે. જ્યારે કોઈ સ્ત્રી રજસ્વલા હોય અને પોતાના પરિવારના સભ્યોને ભોજન બનાવીને જમાડે છે. તો તેને કુતરીનો અવતાર મળે છે. એક તરફ જ્યારે સમગ્ર વિવાદના પડઘા સમગ્ર દેશભરમાં પડે છે, ત્યારે આવું વીડિયો વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઈ છે. સર્વે સંપ્રદાયના સંતો વધુમાં જણાવે છે કે, યુવતીઓ આધુનિક જમાના તરફ આગળ વધી ગઇ છે. હરિકૃષ્ણ સ્વરૂપ સ્વામી એમ જણાવ્યું હતું કે, રજસ્વાલા સ્ત્રીઓએ ધર્મ માટે આ ગાફેલીયત જરાય ચલાવી લેવાય નહી.