સુરત તમામ આરોગ્ય કેન્દ્ર પર વેક્સિન પહોંચી - સી.આર પાટીલ
🎬 Watch Now: Feature Video
સુરત : આજે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. સ્મીમેર હોસ્પિટલમાં આજે ભાજપના સી.આર પાટીલની હાજરીમાં આ વેક્સિનેશન અભિયાન શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વેક્સિનને લઇ આજે દેશને સંબોધિત કરશે. ત્યાર પછી દેશમાં આ અભિયાનની શરૂઆત થશે. આજે પ્રથમ દિવસ 14 જેટલા કેન્દ્રો પરથી વેક્સિનેશન અભિયાનની શરૂઆત થવા જઇ રહી છે. ત્યારે તમામ સેન્ટર પર 100 જેટલા હેલ્થ વર્કર્સને આપવામાંં આવશે. આ સંખ્યા વધારીને દરરોજ 300 જેટલી કરી દેવામાં આવશે.