ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે હિન્દુ પ્રીમિયર લીગનું આયોજન - trophy
🎬 Watch Now: Feature Video
ભુજના હિન્દુ યુવાનો દ્વારા હિન્દુ પ્રીમિયર લીગ નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 30મી માર્ચ 2021થી આ હિન્દુ પ્રીમિયર લીગ ની મેચો રમાશે. આયોજકો દ્વારા હિન્દુ પ્રીમિયર લીગની ટ્રોફીનું મીડિયા સમક્ષ અનાવરણ કરવામાં આવ્યું હતું. આ લીગમાં અત્યાર સુધીમાં કુલ 80 જેટલી ટીમો એ પોતાની દાવેદારી નોંધાવી છે અને 98 જેટલી ટીમો એ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ લીગમાં દેશભરના યુવાનો ભાગ લેશે. વિજેતા ટીમને 25,000 રોકડ અને ટ્રોફી આપવામાં આવશે અને રનર્સ અપ ટીમને પણ રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવશે.