પોરબંદર : કીર્તિમંદિર ખાતે ગાંધી જયંતિ નિમિત્તે પ્રાર્થના સભા સાદગીપૂર્વક યોજાશે, CM ડિજિટલ હાજરી આપશે - Administration
🎬 Watch Now: Feature Video
પોરબંદર : મહાત્મા ગાંધીના જન્મસ્થળ કીર્તિમંદિર ખાતે દર વર્ષે રાજ્યના મુખ્યપ્રધાનની હાજરીમાં બીજી ઓક્ટોબરના રોજ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવે છે, પરંતુ હાલ કોરોના વાઇરસની મહામારીના કારણે દાયકાઓ બાદ પ્રથમ વખત કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સર્વધર્મ પ્રાર્થના સભાનું સાદગીપૂર્વક આયોજન કરવામાં આવશે. જેમાં વહેલી સવારે ગાંધીજીના જન્મસ્થળ કીર્તિમંદિરમાં રાજ્યના મુખ્યપ્રધાનની હાજરીમાં સર્વધર્મ પ્રાર્થના સભા યોજવામાં આવે છે. જેમાં ગાંધીજીના મૂલ્યો, સિદ્ધાંતોને યાદ કરીને પ્રવચન પણ આપવામાં આવે છે. ત્યારે પ્રથમ વખત વહીવટી તંત્ર દ્વારા સાદગીપૂર્વક આયોજન કરવામાં આવશે.