રક્ષાબંધનના પર્વને લઇ મોરબી પોસ્ટ ઓફિસ દ્વારા રવિવારે પણ રાખડી વિતરણ ચાલુ રખાયું - news in junagadh
🎬 Watch Now: Feature Video
મોરબી: ભાઈ-બહેનના પવિત્ર બંધનનો પર્વ એવો રક્ષાબંધનનો પર્વ નજીક છે. જ્યારે દુર દુર રહેતી બહેન પોસ્ટ દ્વારા રાખડી મોકલતી હોય છે, ત્યારે સિનિયર સુપ્રિન્ટેનડેન્ટ ઓફ પોસ્ટ રાજકોટ ડિવિઝન એમ.કે.પરમાર અને પોસ્ટ માસ્તર ડી.એ.મહેતા મોરબી અને પબ્લિક રીલેશન ઓફિસર જે.આર.રાવલના માર્ગદર્શન હેઠળ એક મીટિંગ થોડા દિવસો પહેલા યોજવામાં આવી હતી. જેમાં રવિવારે પણ રાખડી વિતરણ ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેથી આ પર્વની ઉજવણીને ધ્યાનમાં લઈને મોરબી પોસ્ટ ઓફિસ ટીમે રવિવારે પણ વિતરણ ચાલુ રાખ્યું હતું.