ખેડા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ - ધરતીપુત્રો ચિંતિત
🎬 Watch Now: Feature Video
ખેડા : રાજ્યમાં નિસર્ગ વાવાઝોડાને પગલે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે જીલ્લામાં પણ તેની અસર જોવા મળી હતી. મંગળવારે બપોરે ખેડા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી વાતાવરણ સર્જાયું હતું. જિલ્લાના નડિયાદ, ખેડા, મહુધા તેમજ ડાકોર સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ થયો હતો. વરસાદને પગલે ધરતીપુત્રોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ હતું. જો કે વરસાદ અને ભારે પવનને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેને લઈ ભારે ગરમી અને ઉકળાટથી ત્રસ્ત લોકોએ રાહતની લાગણી અનુભવી હતી.