ગોધરામાં સરદાર જયંતિ નિમિત્તે પોલીસકર્મીઓએ કર્યું રકતદાન - પોલીસ દ્વારા કરાતું રક્તદાન
🎬 Watch Now: Feature Video
પંચમહાલઃ જિલ્લાના વડુમથક ગોધરા ખાતે સરદાર પટેલની જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ કર્મચારીઓએ રક્તદાન કરી આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતાં. સરદાર પટેલ જયંતિ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ નિમિત્તે પંચમહાલ જિલ્લા પોલીસ અને ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી ગોધરાના બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પોલીસ હેડક્વાર્ટર ખાતે રાજ્ય પ્રધાન જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓએ બ્લડ ડોનેટ કર્યું હતું. આ ઉપરાંત સરકારી વિભાગમાં ફરજ બજાવતા કર્મીઓએ પણ રક્તદાન કર્યું હતું.