રાજકોટમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, એકની ધરપકડ - રાજકોટ
🎬 Watch Now: Feature Video
રાજકોટ: જિલ્લામાંથી ફરી એકવખત સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. ઇન્દિરા સર્કલ નજીક પ્રસિધ્ધ કોમ્પલેક્ષના બીજા માળ પર આવેલી 203 નંબરની દુકાનમાં સ્પાની આડમાં ગોરખધંધા થતો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે અહીં દરોડા પાડી સ્પા સંચાલક અશોક ધીરજલાલ વાઘેલા નામના ઈસમને ઝડપી પાડ્યો છે. ઈસમ દ્વારા છેલ્લા છ મહિનાથી આત્મીય સ્પા એન્ડવેલનેશ નામનું સ્પા સેન્ટર ચલાવવામાં આવતું હતું. જેમાં રાજ્ય અને રાજ્ય બહારથી યુવતીઓ બોલાવવામાં આવતી હતી. આ ગોરખધંધાનો પર્દાફાશ કરી પોલીસે આ઼ગળની કાર્યાવાહી હાથ ધરી છે.