સુરતમાં ફરી એક વખત નર્સિંગ એસોસિએશનનો વિરોધ, કેન્દ્ર સરકારના નિયમો મુજબ લાભ આપવા રજૂઆત - Surat
🎬 Watch Now: Feature Video
સુરત: શહેરમાં પગાર, એલાઉન્સ શિષ્યવૃત્તિ સહિતની માંગને લઈને ફરી એક વખત નર્સિંગ એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેઓની માંગ છે કે, કેન્દ્ર સરકારની નીતિ પ્રમાણે નર્સિગની બહેનોને પગાર ભથ્થાઓ આપવામાં આવે. નર્સિંગ સેલની ગુજરાતમાં અલગથી રચના પણ કરવામાં આવે. સાથે જ ઉચ્ચતમ નિયમ લાભ અને પેગ્રેડ સુધારણા અને નર્સિંગ પગારની વિસંગતા દૂર કરવી એ તેમની માંગ છે. આ તમામ માંગને લઈને અગાઉ પણ નર્સિંગ એસોસિએશન દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા.