નર્મદા ડેમની સપાટી 133.32ની ઐતિહાસિક સપાટી પર પહોંચી - narmada dam news
🎬 Watch Now: Feature Video
નર્મદાઃ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. ઉપરવાસમાંથી 1,22,205 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેને લઈને હાલની ડેમની સપાટી 133.32 મીટરની ઐતિહાસિક સપાટી પર પહોંચી છે. આ કારણે નર્મદા બંધના 10 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. નર્મદા ડેમમાંથી હાલ 1,22,579 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. ઐતિહાસીક સપાટી પર પહોંચતા છેલ્લા 6 દિવસ ગોરા બ્રિજ ડૂબી ગયો છે જેને કારણે સ્થાનિકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Last Updated : Aug 22, 2019, 1:48 PM IST