દાહોદમાં મુસ્લિમ સમુદાયે ઈદની ઉલ્લાસભેર કરી ઉજવણી - gujarat
🎬 Watch Now: Feature Video
દાહોદ: જિલ્લામાં વસવાટ કરતાં મુસ્લિમ સમુદાય દ્વારા મસ્જિદ અને ઇદગાહ પર નમાજ અદા કરી ઈદની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. તેમજ મુસ્લિમ બિરાદરોએ એક-બીજાને ગળે મળી ઇદની શુભકામના પાઠવી હતી. દાહોદ જિલ્લા સહિત સમગ્ર દેશમાં આનંદ-ઉલ્લાસ સાથે ઇદનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે. જિલ્લાભરમાં મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા સાંજે ઇદનો ચાંદ નિહાળીને એકબીજાને ઈદ મુબારક પાઠવી હતી. તેમજ વહેલી સવારથી મસ્જિદમાં જઈને ઇદની નમાજ અદા કરવામાં આવી હતી. આજના શુભ પ્રસંગે નગર અને જિલ્લાના વિવિધ રાજકીય નેતાઓએ પણ સોશિયલ મીડિયા પર મુસ્લિમ સમુદાયના લોકોને ઈદ મુબારક પાઠવી હતી.