હારીજના પીપલાણામાંથી અફીણનું વાવેતર ઝડપાયું - SOG
🎬 Watch Now: Feature Video
પાટણઃ હારીજના પીપલાણા ગામે SOG પોલીસે અફીણ બનાવવાનું પોશ ડોડાનું ખેતર ઝડપ્યુ હતું અને પોશ ડોડાનું વાવેતર કરનારા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પીપલાણા ગામે તળાવની પાળ પાસે આવેલા ખેતરમાં નશાનો કારોબાર કરતા દેવરાજ ઠાકોર નામના ઈસમની પોલીસે ધરપકડ કરી ખેતરમાંથી 1232 પોસ ડોડાના છોડ ઝડપ્યા છે. અંદાજીત રૂપિયા 3.85 લાખનો નશીલા અફીણ બનાવવાના પોશ ડોડાના છોડ સાથે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. હારીજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.