જામનગર તંત્રની બેદરકારી, નવાગામ ઘેડ વિસ્તારમાં ગટર વ્યવસ્થા જ નથી - ગુજરાતમાં ગટર વ્યવસ્થા
🎬 Watch Now: Feature Video
જામનગરઃ શહેર મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ અનેક સોસાયટીઓમાં હજુ વરસાદી પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી આનંદનગર સોસાયટીમાં છેલ્લા પાંચ વર્ષથી ગટર વ્યવસ્થા ન હોવાના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જામનગર ભાજપની નગરસેવિકા રચના નદાણીયાએ અવારનવાર મહાનગરપાલિકામાં લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હોવા છતાં પણ અહીં ગટરની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. મહાનગરપાલિકાના અધિકારીઓ છેલ્લા પાંચ વર્ષથી આનંદ નગર સોસાયટીમાં ગટરનું નિર્માણ કરવામાં ગલ્લાતલ્લા કરી રહ્યા હોવાનો આક્ષેપ નગરસેવિકા કર્યો છે.