રાજકોટમાં અસામાજિક તત્વોનો વધતો ત્રાસ, ઘટના CCTVમાં કેદ - latest news in Rajkot

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 11, 2020, 2:13 PM IST

રાજકોટ : જામનગર રોડ પર ફ્રુટના ધંધાર્થીને બે ઈસમો દ્વારા પૈસાની લેતી દેતી મામલે ઢોર મારવામાં આવ્યો હતો. જેમાં ઈસમો જાહેરમાં જ ધોકા સાથે જોવા મળ્તા સ્થાનિકોમાં ડરનો માહોલ છવાઇ ગયો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઇ હતી. ત્યારે આ મામલે સવાલ એ ઉભો થાય છે કે, પોલીસ કાર્યવાહી થશે કે નહીં, ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસની વચ્ચે અનલોક 1 જાહેર થતાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં સરકાર દ્વારા અમુક છૂટછાટ આપી છે. ત્યારે આ છૂટછાટ દરમિયાન શહેરમાં સત્તત ક્રાઇમની ઘટનામાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.