રાજકોટમાં પરિવાર લગ્ન પ્રસંગે ગયો અને ઘરમાં થઈ ચોરી - પરિવાર લગ્ન પ્રસંગે ગયો અને ઘરમાં થઈ ચોરી
🎬 Watch Now: Feature Video
રાજકોટ: શહેરના જયરાજ પ્લોટ 8માં ભાડે રહેતા વેણુગોપાલ શ્યામલાલ સોનીના બંધ મકાનમાંથી અંદાજીત 12 લાખના સોના-ચાંદીના ઘરેણાં સહિત રોકડ રકમની ચોરી થઈ છે. સોની પરિવારમાં લગ્ન પ્રસંગ ગયો હતો. રાજકોટથી પરિવાર રાજસ્થાન ગયો હતો. મકાન બંધ હતું. જેનો લાભ લઈને તસ્કરો દ્વારા બંધ મકાનમાંથી રોકડ રૂપિયા દાગીના સહિતની કિંમતી વસ્તુઓની ઉઠાંતરી કરી હતી. હાલ આ મામલે રાજકોટ એ ડિવિઝન મથકમાં પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.