અરવલ્લીમાં નિસર્ગની અસરઃ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ - deal with situations
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ સંભવિત નિસર્ગ વાવાઝોડાની આશંકાને પગલે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. આ બાબતે અરવલ્લી જિલ્લાના નિવાસી નાયબ કલેક્ટરે માહિતી આપી હતી. તંત્ર દ્વારા વીજ વિભાગને જિલ્લામાં વીજ પ્રવાહ જળવાઈ રહે, તે અંગે સાવચેતી રાખવા તાકીદ કરી છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગની ઈમરજન્સી ટીમને તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. તેમજ તાલુકા અધિકારીઓને વાવાઝોડા સમયે જૂના વૃક્ષો તથા ભયજનક બાંધકામનું સર્વે કરાવી તેનાથી થનારા સંભવિત નુકસાનને અટકાવવા અંગે તકેદારી રાખવા જણાવ્યું હતું.