હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ, પાણીની સપાટીમાં થયો વધારો - હરિપુરા ગામે આવેલો કોઝવે
🎬 Watch Now: Feature Video
તાપીઃ જીલ્લામાં વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની સપાટીમાં વધારો નોંધાયો છે, જેના કારણે ઉકાઈ ડેમના 10 જેટલા દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને 1,11,502 ક્યુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેનાં કારણે તાપી નદી પ્રભાવિત થવા પામી હતી. બારડોલી તાલુકાના કડોદ ગામેથી પસાર થતી તાપી નદી બંને કાંઠે વહેતી થતાં હરિપુરા ગામે આવેલો કોઝવે આ ચોમાસાની સીઝનમાં ત્રીજી વખત ગરકાવ થયો છે.
ઉપરવાસમાં વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની સપાટીમાં વધારો નોંધાયોછે જેના કારણે ઉકાઈ ડેમના 10 જેટલા દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યાછે અને 1,11,502 ક્યુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવીરહ્યુંછે જેના કારણે તાપી નદી પ્રભાવિત થવા પામી હતી,હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતા સામે પાર આવેલા કોસડી, કમલાપોર, પીપરિયા સહિતના 8 થી 10 જેટલા ગામોનો કડોદ અને બારડોલીથી સંપર્ક વિહોણા થયાછે.