વડોદરા એરપોર્ટમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ મોડી થતા યાત્રીઓનો હોબાળો - GUJARAT
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેરના એરપોર્ટમાં વહેલી સવારે યાત્રીઓએ હોબાળો મચાવ્યો હતો. મળતી માહિતી મુજબ વડોદરા એરપોર્ટ પર મુસાફરોએ Ai824 વડોદરા દિલ્હીની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. વહેલી સવારે સાત વાગે ઉપડવાની ફ્લાઇટ ડીલે થતા 100 કરતા વધુ મુસાફરો અટવાયા હતા અને રોષે ભરાયા હતા.જોકે, આખરે ફ્લાઇટને મોડેથી વાડોદરાથી રવાના કરવામાં આવી હતી.