દ્વારકાદિશ અને માતા રૂક્ષમણીના વિવાહની દ્વારકાના રૂક્ષમણી મંદિરમાં ભવ્ય ઉજવણી - DWK
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારાકાઃ ભગવાન દ્વારકાધિશ અને તેમના મુખ્ય પટરાણી માતા રૂક્ષમણીના વિવાહની દ્વારકાના રૂક્ષમણી મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. દ્વારકાના રુક્ષમણી મંદિરે વિધ્દ્વાન બ્રહ્મણોના હસ્તે સોસ્ત્રોક વિધિથી ગ્રહશાંતી તમજ અગિયારીની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. પુજારી પરિવાર દ્વારા રાણી રુક્ષમણીનું મામેરું ભારવામાં આવ્યું હતું. ત્યાર બાજ માતા રૂક્ષમણીને છપ્પન ભોગ આરતી અને દર્શન ખુલ્લા મુકવામા આવ્યા હતા. યાત્રાધામ દ્વારકા શેહેરમાં ભગવાનશ્રી દ્વારકાધિશ અને તેમના પ્રિય પટરાણી રુક્ષમણીના શુભ વિવાહ મહોત્સવ ઊજવવામાં આવી રહ્યો છે. ભગવાન દ્વારકાધિશ અને રાણી રુક્ષમણીને દ્વારકાના મુખ્ય મંદિરેથી પારંપરીક સફેદ બે ઘડા વળી બગ્ગીમાં બિરાજમાન કરવામાં આવ્યા અને શ્રધાળુઓ દ્વારા ઢોલ નગારાના તાલ અને શરણાઇના સુર સાથે દ્વારકાના રાજમાર્ગો પર ભવ્ય વર ઘોડો કાઢવામાં આવ્યો હતો.